૧ જુલાઈથી તમારો મોબાઈલ નંબર ૧૦ને બદલે ૧૩ અંકનો થશે

0
118

ન્યુ દિલ્હી,
તમારો મોબાઇલ નંબર ટૂંક સમયમાં બદલાઇ જશે. સરકાર તેની તૈયારી કરી રહી છે. હમે મોબાઇલ નેંબર ૧૦ નહી પરંતુ ૧૩ આંકડા સાથે મોબાઇલ નંબર આવશે. ૧ જુલાઇ ૨૦૧૮ બાદ નવો નંબર લેશો તો તમને ૧૩ આંકડા ધરાવતો મોબાઇલ નંબર મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે તમામ રોજ્યોને આ અંગેના આદેશ આપ્યાં છે. બીએસએનએલે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત એક બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર બેઠકમાં કહેવામાં આવ્યું કે ૧૦ આંકડાના લેવલમાં હવે નવા મોબાઇલ નંબરોની કોઇ શક્યતા રહી નથી. આ જ કારણે ૧૦થી વધુ આંકડાઓની સિરિઝ શરૂ કરવામાં આવે અને પછીથી તમામ મોબાઇલ નંબરોને ૧૩ આંકડાના કરી દેવામાં આવે.
મોબાઇલ નંબરની નવી સિરિઝ આવતાં તમામ સેવા આપતી કંપનીઓએ પોતાનું સિસ્ટમ અપડેટ કરવાની રહેશે. આ અંગે તમામ સર્કલની દૂરસંચાર સેવા પૂરી પાડતી કંપનીઓને આદેશ આપી દેવામાં આવ્યાં છે. બીએસએનએલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ડિસેમ્બર ૨૦૧૮ સુધી જૂના નંબર પણ આ પ્રક્રિયા હેઠળ અપડેટ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર વર્તમાનમાં ચાલુ ૧૦ અંકના મોબાઇલ નંબરોને ઓક્ટોબરથી ૧૩ અંક અનુસાર અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ કામ ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂરી કરવામાં આવશે. જા કે હજુ સુધી તે નક્કી કરવામાં વ્યું નથી કે વર્તમાનમાં ચાલુ ૧૦ અંકના મોબાઇલ નંબરોમાં ફેરફાર કેવી રીતે કરવામાં આવશે. નંબરમાં ૩ ડિજિટ આગળ જાડવામાં આવશે કે પાછળ તે હજુ સુધી નિશ્વિત નથી.
સૂત્રોએ જણાવ્યું કે આ અંગે મોબાઇલ હેન્ડસેટ બનાવતી કંપનીઓને પણ આદેશ આપી દેવામાં આવ્યાં છે કે તે પોતના સોફ્ટવેરને પણ ૧૩ અંકના મોબાઇલ નંબર અનુસાર અપડેટ કરે, જેથી યુઝર્સને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY