સાગબારાના ભોગવડ ગામે વીજ કંપનીની તપાસમાં ગેરરીતિનો રિપોર્ટ બનાવતા કર્મચારી સાથે મારપીટ બાદ જાનથી મારી નાખવાની ધમકી 

0
368

રાજપીપલા:

નર્મદા જિલ્લા માં ઘણા ગામોમાં હજુ વીજ ચોરી ચાલતી હોવાથી વીજ કંપની દ્વારા વારંવાર ચેકીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે ગતરોજ સાગબારા તાલુકાના ભોગવડ ગામે ગયેલા વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા નિતેશ વિક્રમ વસાવા નામના ગ્રાહક ને ત્યાં વીજ કંપનીના કર્મચારી જીનલ રમેશચંદ્ર પટેલ ને ગેરરીતિ જણાતા કર્મચારી આ ગેરરીતિ નો રિપોર્ટ બનાવતા હતા એ દરમિયાન નિતેશ વસાવા એ સરકારી કામમાં અડચણ ઉભી કરી કર્મચારીને ગમેતેમ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ નિતેશ ની સાથેના અન્ય એક વ્યક્તિએ વીજ કંપનીના કર્મચારી ને માથામાં થપ્પડો મારતા આ બાબતે જીનલ પટેલે સાગબારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સરકારી કામમાં અડચણ ઉભી કરનારા બંને વિરુદ્ધ ગુનો નોંધી એમને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે .

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY