જુના તવરા એક મકાનમાં આગ લાગતા સામાન સળગીને રાખ

0
142

ભરૂચ :

ભરૂચ ના જુના તવરા ગામમાં ગત રોજ રાતના ૧૧ વાગ્યાનાં સુમારે નવી નગરીમાં રહેતાં કલ્પેશ ભરત વસાવા પોતાના મકાનમાં દરવાજા બંધ કરી પોતાના પરિવાર સાથે સૂઈ ગયેલ હતા. ત્યારે અચાનક શોર્ટ સર્કિટના લીધે એકા એક આગ લાગતાં દોડ ધામ મચી જવા પામી હતી. આગ લાગતાં જ અંદર સુતેલ કલ્પેશ અને તેના પરિવાર હેમખેમ બહાર નીકળી ગયા હતા, પરંતુ આગ વધુ પ્રસરતા ઘરમાં રહેલ ટીવી, ફ્રીજ, પંખા, તિજોરી સહિત ઘર વખરીનો પુરે પૂરો સામાન સળગીને રાખ થઈ ગયો હતો. આગ ની જાણ ભરૂચ નગરપાલિકા ના ફાયર ફાઈટરો ને કરતાં તેઓ ઘટનાં પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ પર કાબુ મેળવે ત્યાં સુધીમાં તો ઘરનો મહા મહેનતથી વસાવેલ સામાન સળગીને રાખ થઈ જતાં પરિવારની આંખો ભીંજાય ગઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY