શું રાજપીપલા શહેર એમની તપાસના ક્ષેત્ર માં આવતું નથી …? કેમ બિન્દાસ અહીંના અમુક વેપારીઓ મિલાવટયુક્ત ખાદ્ય સામગ્રી વેંચતા ખચકાતા નથી..?!
રાજપીપલા: નર્મદા ના વડા મથક રાજપીપલાના અમુક વેપારીઓ ખાદ્ય સામગ્રી મિલાવટ યુક્ત કે તદ્દન હલકી કક્ષાની વેચાણ કરતા હોવાની બૂમો વારંવાર ઉઠી હોવા છતાં ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ના અધિકારીયો આળસુ થઈ ગયા છે કે હપ્તા કે દબાણ હેઠળ બોલતી બંધ થઈ ગઈ છે…? એ સમજાતું નથી કેમ ફક્ત મોટા તહેારો ટાણૅજ આ શહેર માં તપાસ ના નામે બંધ બારણે સબ સલામત હોવાની કે સેટિંગ કરવા સેમ્પલો લઈ લેબોરેટરી માં મોકલી ધાક જમવાની નીતિ અપનાવાઈ રહી હોય એમ લાગી રહ્યું છે જયારે પાલિકા ની ટીમો વારંવાર લોકો ના સ્વાથ્ય ની ચિંતા કરી કડક તાપસ કરે છે તો રાજપીપલા શહેર ની મોટી દુકાનો માં મળતી હલકી ગુણવત્તા ની ખાદ્ય સામગ્રી માટે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ કેમ તમાશો જોઈ ત્રણ બંદરો જેવી ભૂમિકા અદા કરી રહ્યું છે …?! શું મિલાવટખોરી માટે અમુક દુકાનો ને છૂટ અપાઈ છે કે પછી એ દુકાનના માલિકો થકી અધિકારીઓને કોઈ અંગત ફાયદા થઈ રહ્યા છે…? પ્રજા હવે જાગૃત થઈ છે માટે કુમ્ભકર્ણ નો અભિનય છોડી ફ્રુડ ડ્રગ વિભાગ ના અધિકારીઓ રાજપીપલા માં પધારી કેટલીક મોટી અને નામ બડે ઓર દર્શન ખોટે જેવી દુકાનો પર તપાસ કરી ખાદ્ય સામગ્રી માં થતી મિલાવટ કે એક્સપાયરી ડેટ વાળી વેચાતી વસ્તુઓ ને પકડી લોકો ના સ્વાથ્ય સાથે રમતા સફેદ પોસ વેપારીઓ ના કોલર ઉતારે એ જરૂરી છે અને જો અધિકારીઓ ને તમામ સામગ્રી યોગ્ય લાગતી હોય તો ભોગ બનનાર ગ્રાહકો ને શોધી જે તે દુકાનો ના નામ મેળવી ઈમાનદારીપૂર્વક અને તટસ્થ તપાસ કરે જેમ હાલમાં નર્મદા પોલીસ કરી રહી છે અને તોજ લોકો ને આ વિભાગ પર વિશ્વાસ બેસસે
ગત સપ્તાહેજ એક મહિલા ને મઠિયા નો લોટ જીવતો વાળો મળ્યો હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો જેમાં મહિલાના નામ સાથે નો ઉલ્લેખ જંગ એ ગુજરાતે કર્યો હતો છતાં કેમ અધિકારીઓ જાગ્યા નહિ …ત્યારબાદ અન્ય એક દુકાન માંથી ચણાના લોટ ની પણ હાલ ફરિયાદ ઉઠી છે, શું પત્રકારો પાસે જો આ વાત આવતી હોય તો અધિકારીઓ આવી વાત થી અજાણ હશે …?! કે છાવરવાના પ્રયાસ કરાય રહ્યા છે …? શું ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ માં કોઈજ ઈમાનદાર અધિકારી નથી …?! ક્યારે આવા તત્વો સામે પગલાં ભરાશે…? ભોગ બનનારી પ્રજા નો કોણ વિશ્વાસ જીતશે….?!
રિપોર્ટર – નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"