ભરૂચ ઝાડેશ્વર ગામે પ્રજાપિતા બહમાકુમારીઝ દ્વારા ૮૨ મી શિવ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાય

0
138

ભરૂચ:

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વવિધાલયના સેન્ટર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનાર મહાશિવરાત્રી નિમિત્તે આજે શિવ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શિવરાત્રી અર્થાત શિવ પરમાત્મા જે સર્વે આત્માઓના પિતા પરમાત્માનો અવતરણ દિવસ. જે બ્રહ્માકુમારીઝના સર્વે ભાઇ બહેનોના મકાનો પર તથા સેવાકેન્દ્રો પર શિવ પરમાત્માના ધ્વજારોહન કરીને મનાવવામાં આવે છે. ધ્વજારોહન બાદ વ્યસનમુક્તિ, સકારાત્મ જીવન શૈલી, મધુર વ્યવહાર અને શ્રેષ્ઠ કાર્યના શિક્ષા અર્થે સંદેશ આપી ખુશી તથા આનંદમાં રહી અનેક આત્માઓને દુઃખી અશાંતિથી મુક્ત થવાનો સંદેશો આપવામાં આવે છે. જેના આજ-રોજ ૮૨ મી શિવજયંતિની ઉજવણી તરવામાં આવી હતી. જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, ડો. કાંતિભાઇ પટેલ એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ, મહંમદભાઇ વાગરા, ઝાડેશ્વર સેન્ટરના ઇન્ચાર્ઝ પ્રભાદીદી તથા ભરૂચ, રાજપીપળા, ઝઘડીયા, અંક્લેશ્વર, વાગરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઇ બહેનો હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY