વીજ પુરવઠા ખાતાની પશ્ચિમ ભરૂચ સાથે બેધારી નીતિ

0
146

ભરૂચ:

ગઈ કાલે ડી જી વી સી એલ દ્વારા પુરા ભરૂચ શહેરમાં રેલ્વે સ્ટેશનથી પશ્ચિમ વિસ્તારમાં લાઈટ પુરવઠો સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી બંધ કરવા પછી પણ પશ્ચિમ વિસ્તાર માં આવેલ સોહેલ પાર્ક ની ડી.પી ની છેલ્લા ગયેલ ચોમાસા બાદ પણ સફાઈ થઇ ન હતી જયારે સાફસફાઇ કરનાર કર્મચારીઓ ફક્ત ચક્કર મારીને ચાલ્યા ગયેલ. વીજ પુરવઠા ખાતા દ્વારા પોલમપોલ થઈ હોઈ એમ આ વીજ ડી પી પર કોઈ અકસ્માત સર્જાય અથવા કોઈ જાનહાની થાય તો તેના જવાબદાર કોણ? કહેવાય છે કે ઈજનેર પંચાલ ને ફોન કરવા છતાં પણ તેનો કોઈ નિકાલ નથી કરાયો. હવે રહીશો વિચારે છે કે તંત્ર સામે ગુનાહિત બેદરકારીની ફરિયાદ કરવી પડશે ત્યારે જ તંત્ર ની આંખો ખુલશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY