ભરૂચ ડિવિઝન પોલીસ વિભાગ દ્રારા યોગ શિબિર યોજાઈ હતી.

0
246

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્રારા ગત રોજ ભરૂચ ડિવિઝન પોલીસ અને સમર્પણ ધ્યાન યોગ દ્રારા પોલીસ તાલીમ ભવન ખાતે યોગ શિબિર યોજવામાં આવી હતી.

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રાર એક તરફ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ની મુહિમ ચલાવી અખાય ભારતમાં યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ તરફ થી પણ જિલ્લામાં દર સોમવારે અને શુક્રવારે પરેડનું આયોજન કરવામાં આવે છે.તેના અન્વયે તારીખ ૧૬/૭/૧૮ ના સોમવારના રોજ ભરૂચ ડિવિઝનનું સવારના ૬:૩૦ કલાકે વરસતા વરસાદમાં પણ ભરૂચ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે સમર્પણ ધ્યાન યોગના સહયોગ થી પોલીસ કર્મીઓની યોગ શિબિર યોજવામાં આવી હતી.

આ યોગ શિબિર નું ઉદ્ધાટન દહેજ પોલીસ મથક ના પી.આઈ જે.એન.ઝાલા,હેડ ક્વાર્ટસ આર.એસ.આઈ એ.એમ.રાવલ તથા નબીપુર પીએસઆઈ જે.જે.પટેલ અને સમર્પણ યોગ ધ્યાનના યોગ શિક્ષકોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ યોગ શિબિર માં ભરૂચ ડિવિઝન પોલીસના ૧૫૦ જેટલાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY