પારિવારિક ઝઘડામાં હુમલો કરી અપહરણ
સુરત, તા.૧૫
ભાઠેના ભારતનગર ટ્રાન્સપોર્ટ સામે વડાપાઉંની લારી પાસે એક યુવક પર લાકડાના ફટકા, બેઝબોલના બેટ વડે માર મારી અોટો રિક્ષામાં અપહરણ કરી સંજયનગર ખાતે છોડી દઈ ચાર આરોપીઅો ફરાર થઈ ગયા હતા. મારી બેનને કેમ લઈ જતો નથી ? તેમ જણાવી આરોપીઅોએ યુવક પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માનદરવાજા પદમાનગર કોલોની ખાતે મુજમ્મીલખાન પઠાણ રહે છે. તેના લગ્ïન ઉધના વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન દંપતિ વચ્ચે ઝઘડો થતા પત્ïની રીસાઈને પિયરમાં ચાલી આવી હતી. ગતરોજ મુજમ્મીલખાન પઠાણ પોતાની મોટર સાયકલ લઈને ભાઠેના ભારતનગર પાસેથી જતો હતો. ત્યારે નવા કમેલા દરવાજા ખાતે રહેતાં આરીફખાન પઠાણ, નાસીરશેખ તસપુર તથા અજાણ્યા ઈસમ મળી કુલ ૪ ઈસમોએ તેની મોટર સાયકલ રોકી મારી બેનને કેમ લઈ જતો નથી ? તેમ જણાવી લાકડાના ફટકા તથા બેઝબોલના બેટ વડે માર મારી શરીરે ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




