સાંજ સુધીમાં વિયરનું જળસ્તર વધવાની શક્યતા
સુરત, તા.૧૫
શહેરીજનો માટે પીવાના પાણીનો એકમાત્ર વિકલ્પ તાપી નદી છે. વિયર કમ કોઝવે ખાતે તાપી નદીની સપાટી ખૂબ જ નીચી જતા પાલિકાએ સિંચાઈ વિભાગ પાસેથી ઉકાઈ ડેમમાંથી ૨૧૦૦ ક્યુસેક પાણી છોડવાની માંગ કરી હતી. ગતરોજ બપોરથી પાણી છોડાયું છતાં પણ આજે બપોર સુધી વિયરની સપાટીમાં નજીવી અસર દેખાઈ હતી.
સુરત મહાનગરપાલિકા શહેરીજનોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે તાપી નદીમાંથી રો વોટર લઈ તેનું પ્યુરીફિકેશન અને ડિસ્ટ્રીબ્યુશન કરી ઘરોઘર પાણી પહોંચાડવાનું કામ કરે છે. વિયર કમ કોઝવેની ભયજનક સપાટી ૬ મીટરની છે. પરંતુ ૫ મીટર સુધી પણ જા વિયરની જળ સપાટી જળવાઈ રહે તો રો વોટરની ગુણવત્તા સારી રહે છે. હાલ તાપી નદીની સપાટી ખૂબ જ અોછી હોવાથી વિયર કમ કોઝવે ખાતે પાણીનું લેવલ ૪.૫૦ મીટર કરતા પણ અોછું થયું હતું. પાલિકા દ્વારા સિંચાઈ વિભાગને ઉકાઈમાંથી પાણી છોડવાની માંગ કરતા ગતરોજ બપોરે ૧૨ કલાકથી ઉકાઈમાંથી ૨૧૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આજે બપોરે ૧૨ કલાકે વિયરની સપાટી ૪.૫૦ મીટર થઈ છે. એટલે જળસ્તરમાં નજીવો સુધારો થયો છે. સાંંજ સુધી વિયરની સપાટી ૫ મીટર થાય તેવી શક્યતા છે. ૫ મીટર સુધી જા વિયરની જળસપાટી થઈ જાય તો રો વોટરની ગુણવત્તા જળવાઈ રહેશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



