સુરત, તા. ૧૫
આજે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ભાઠેના વિભાગ – ૨ ખાતે આવેલ શિવશંભુ ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં એમ્બ્રોઈડરી કારખાનામાં આગ લાગી હતી.આગના લીધે મશીનરી અને ગ્રે તેમજ તૈયાર માલને નુકસાન થયું છે.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ભાઠેના વિભાગ-૨ શિવશંભુ ઈન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ એમ્બ્રોઈડરી કારખાનામાં આગ લાગતી ફાયર અોફિસર ખડીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે છોડી ગયા હતા. ફાયર સ્ટાફે સ્થળ ઉપર પહોîચી ત્રીજા માળે કારખાનામાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગના લીધે એબ્રોઇડરી મશીનરી તેમજ તૈયાર અને ગ્રે કાપડનો જથ્થો આગમાં સ્વાહા થઈ ગયો હતો. આગથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ગ્રાઉન્ડ ફલોર સાથે ત્રણ માળના કારખાનામાં ત્રીજાï માળે લાગેલી આગï ગણતરીના સમયમાં કાબૂમાં આવી હતી. કારખાના માલિક બહારગામ હોવાથી નુકસાની અંગેનો ચોક્કસ આંકડો જાની શકાયો નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



