મુંબઈ,તા.૧૫
એ લિસ્ટના કલાકારોમાં ગણાતી થઇ ગયેલી અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે હું જરાય એાવર એક્સપોઝર કરી રહી નથી. હકીકતમાં મને લાગે છે કે હજુ લોકો મને ઓળખતા થયા નથી.
પિન્ક, નામ શબાના, જુડવા ટુ, મુલ્ક અને હવે મનમર્ઝિયાંમાં ચમકી ગયેલી તાપસીને મિડિયાએ પૂછ્યું હતું કે તમને નથી લાગતું કે તમે ઓવર એક્સપોઝર કરી રહ્યાં છો ? ત્યારે જવાબમાં તાપસીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. ‘કારકિર્દીના આ તબક્કે હું વરસે બે ફિલ્મો કરું તો એ ઓવર એક્સપોઝર ન કહેવાય. હકીકતમાં મને એવું સતત લાગે છે કે હજુ લોકો મને બરાબર ઓળખતા નથી.
આજે રોજે રોજ એટલા બધા નવા ચહેરા આવી રહ્યા છે કે લોકો કલાકારોને યાદ રાખી શકતા નથી’ એમ તાપસીએ કહ્યું હતું.
એટલી હદે મને ઓળખતા થઇ જાય એવી મારી મનોકામના છે. પિન્ક પછી મારી સમક્ષ આવેલી કોઇ આૅફરને હું નકારી શકી નહોતી. મારી ફિલ્મોગ્રાફીમાં એવી એક્કે ફિલ્મ નથી જેને લઇને હું એમ કહું કે આ ફિલ્મ ન કરી હોત તો બહુ સારું થાત. મારી પેઢીના કલાકારોમાં હું સૌથી વધુ લોકપ્રિય કલાકાર બની જવાની મહેચ્છા ધરાવું છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





