ગાયો માટે શરૂ થશે કામધેનુ યોજના : ૭૫૦ કરોડ ફાળવાશે

0
28

પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે લોન ૨ ટકા વ્યાજની છુટ
રાષ્ટ્રીય કામધેનુ આયોગ – રાષ્ટ્રીય ગોકુળ આયોગનું કરાશે નિર્માણ,ગૌસેવા માટે રૂ.૫૦૦ આપશે સરકાર,ખેડૂત ક્રેડિટ કાર્ડ અપાશે
ન્યુ દિલ્હી,તા.૧
બજેટ-૨૦૧૯માં નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. નાણામંત્રી પીયુષ ગોયેલે એલાન કર્યું છે કે, સરકાર પશુપાલને પ્રોત્સાહનને વધારવા માટે ખેડૂત ક્રેડિટ કાર્ડ આપશે. જેમાં ગાય પાળનારા લોકોને દર મહિને રૂ.૫૦૦ આપશે. નાણાંમંત્રી પીયુષ ગોયલે આના માટે કામધેનું યોજનાની જાહેરાત કરતા સરકારે કહ્યું કે, સરકાર ગૌ માતા માટે પાછીપાની નહીં કરે.
નાણામંત્રીએ જણાવ્યું કે, કામધેનું યાજના ઉપર રૂ.૭૫૦ કરોડ ખર્ચ થશે. જેમાં ગાયની નસલની સુધારણા ઉપર પણ કામ થશે. સરકારે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને પશુપાલન અને માછલી પાલન માટે લોનમાં બે ટકા વ્યાજ છૂટ આપવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે પ્રાકૃતિક આપદાથી ઝઝૂમી રહેલા દરેક ખેડૂતોને ૨ ટકા અને વધારાના ત્રણ ટકા એટલે કે કુલ ૫ ટકા વ્યાજ છૂટ અપાશે.
આ રૂપિયા ખેડૂતોને બે-બે હજાર એમ ત્રણ ભાગમાં સીધા જ ખેડૂતોના ખાતામાં આવશે. પીએમ કિસાન યોજના અંતર્ગત રૂ. ૭૫ હજાર કરોડ ખર્ચ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY