સતત ૯માં દિવસે ભાવમાં ઘટાડો, પેટ્રોલ ૯ પૈસા અને ડીઝલ ૮ પૈસા સસ્તું

0
8

દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલનો ભાવ રૂ. ૭૭.૬૩ અને ડીઝલનો ભાવ રૂ. ૬૮.૭૩ હતો
ન્યુ દિલ્હી,તા.૭
તેલના ભાવમાં સતત ૯માં દિવસે પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગુરુવારે પેટ્રોલ ૯ પૈસા અને ડીઝલ ૮ પૈસા સસ્તું થયું છે. પેટ્રોલના ભાવમાં ઘટાડા પછી ચારેય મેટ્રો સિટીની સરખામણીએ દિલ્હીમાં ભાવ સૌથી ઓછા નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૯ દિવસથી ભાવમાં ઘટાડો આવી રહ્યો હોવા છતા મુંબઈમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ અન્ય શહેરોની સરખામણીએ વધારે છે. અહીં પેટ્રોલનો ભાવ લિટર દીઠ ૮૫.૪૫ રૂપિયા અને ડીઝલનો ભાવ રૂ. ૭૩.૧૭ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ૨૯ મેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૯ દિવસોમાં પેટ્રોલના ભાવમાં ૮૪ અને ડીઝલના ભાવમાં ૬૨ પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY