દાહોદ,
તા.૧૩/૦૩/૨૦૧૮
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ વધી રહી છે. રોજબરોજ રાજ્યમાં લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના દાહોદ જીલ્લાના ઝાલોદ પાસે બની છે, જેમાં ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા ૪ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે.
મળતી માહિતી મુજબ, રાત્રીના ૮ વાગ્યાની આસપાસ દાહોદ જીલ્લાના ઝાલોદ પાસે ધાવડિયા ગામ નજીક ટ્રક અને બોલેરો જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બોલેરોમાં સવાર ૪ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકની હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ટ્રક રાજસ્થાનથી ઝાલોદ જઈ રહી હતી તે સમયે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો.
મેઈન રોડ પર અકસ્માત સર્જાતા, રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે, પોલીસને માહિતી મળતા પોલાસ ઘટના સ્થલ પર આવી પહોંચી હતી, અને ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ હાથ ધરી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"