મુખ્યમંત્રી એપ્રેન્ટીનસશીપ તાલીમ યોજનાની લીંકની ઉપર ઔદ્યોગિક એકમો તેમજ તાલીમાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા બાબત

0
48

સુરેન્દ્ર નગર :- રાજયમાં આવેલ વિવિધ એકમોના વિવિધ વ્યવસાયોમાં એકમની માંગ અનુસાર યુવાનોને તાલીમ આપી રોજગારીની તકોમાં વધારો કરવા તેમજ ઉદ્યોગોને કુશળ માનવશકિત પુરી પાડવાની જરૂરીયાતને પહોંચી વળવાના આશય સાથે ઉદ્યોગો પાસે ઉપલબ્ધત સગવડોનો મહત્તમ ઉપયોગ કરી પ્રત્યાક્ષ તાલીમ મળી રહે તે સારૂ ઔદ્યોગિક એકમો તેમજ તેમાં તાલીમ લેવા ઉત્સુોક તાલીમાર્થીઓ માટે રાજય સરકાર દ્વારા http;//matsgujarat.org નામની લીંક શરૂ કરવામાં આવેલ છે. આ લીંક ઉપર એકમો પોતાનું રજીસ્ટ્રે શન કરાવી તેમના એકમમાં ટ્રેડ મુજબ ભરવાની થતી જગ્યાસઓ દર્શાવવાની રહેશે. તેની સામે એપ્રેન્ટીકસ તાલીમ લેવા ઈચ્છુમક ઉમેદવારો પોતાની લાયકાતને અનુરૂપ એપ્રેન્ટીાસ ટ્રેડ માટે જે તે એકમમાં નોંધણી કરાવી શકે છે.
આ યોજનાનો સુરેન્દ્રવનગર જિલ્લાેના ઔદ્યોગિક એકમો તેમજ રોજગાર વાંચ્છુુક ઉમેદવારોને મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. એકમોને સરકારી ધારા-ધોરણ મુજબ સહાય તેમજ ઉમેદવારોને નિયત થયેલ સ્ટારઈપેન્ડિ મળવાપાત્ર રહેશે તેમજ તાલીમ પૂર્ણ થયે અખિલ ભારતીય વ્યાવસાય કસોટી યોજવામાં આવે છે, અને સફળ ઉમેદવારોને જે તે વ્યખવસાયનું રાષ્ટ્રી ય પ્રમાણપત્ર આપવામાં આવે છે. કોઈપણ ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટીજસ તરીકે જોડાવા ઈચ્છ તા હોય, તેઓએ નજીકની આઈ.ટી.આઈ./જિલ્લાત રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. વધારી માહિતી માટે કોલ સેન્ટમરનો નંબર ઃ- ૧૮૦૦ – ૨૫૮ – ૫૫૮૮ પર સંપર્ક કરવા રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રનનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો.૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY