કૃષિ વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા

0
8

ભાવનગર,તા.૨૬
ભાવનગરમાં કૃષિ વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર દૈનિક પત્રોમાં આપેલ જાહેરાત કમિશન પેટે ૧૦ હજાર લાંચની રકમ સ્વિકારતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. ૧૫,૮૦૦ની રકમમાંથી મેનેજને ૧૦ હજારની માગણી કરી હતી.
આ કામના ફરીયાદી ભાવનગર જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીનું કામ કોન્ટ્રાકટથી કામ કરતા તથા દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતોનું ડિઝાઇનિંગને લગતું કામકાજ કરતી પ્રોવેલ એડવટાઇઝર્સ નામની પેઢીના સંચાલકને ભાવનગરના ડોન વિસ્તારમાં આવેલ ધ ગુજરાત રાજ્ય કો.ઓ. કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક લી.ભાવનગરના બ્રાન્ચ મેનેજર કેતનભાઈ મહેન્દ્રભાઈ દવેએ દૈનિક પત્રોમાં ખેડૂતોને આપેલ લોનની વસુલાત અંગેની નોટિસોની જાહેરાત પ્રસિધ્ધ કરાવી હતી.
જેનું બિલ ચૂકવવાનું બાકી હોય જાહેરાતના બિલના લેણા નીકળતા કુલ રૂ.૧,૫૭,૮૧૦ થતી રકમમાંથી ૧૦ ટકા લેખે થતા કુલ રૂ.૧૫૭૮૧ની રકમના રાઉન્ડ ફિગર પેટે રૂ.૧૫૮૦૦ની લાંચની રકમની માંગણી મેનેજરે કરી હતી. જે પૈકી ફરિયાદી પાસે રૂ.૧૦ હજારની રકમની માગણી કરી હતી. જે ફરીયાદીએ લાંચ આપવી ન હોય એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવતા આરોપી ૧૦ હજાર રૂપીયાની લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY