વિક્ટોરીયા પાર્કમાં વધુ પૈસા નહીં આપતા વીડિયો વાયરલ

0
15

પ્રેમીપંખીડાના ફોટા પાડી પૈસા પડાવતી ગેંગ કાર્યરત
ભાવનગર,તા.૨૭
ભાવનગરમાં જાહેર સ્થળોની આજુબાજુ મોબાઈલ અને કેમેરા લઈ ફરતા કેટલાક લોકોની ગેંગ પ્રેમી પંખીડાઓને રીતસર બ્લેક મેઈલીંગ કરી પૈસા પડાવતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. રિક્ષાવાળા લઈ જાય છે અને પછી ખાખી ડ્રેસમાં આવી પૈસા પડાવતા હોય છે. આવા તત્વોને જબ્બે કરવા માટે પોલીસે ભોગ બનેલા લોકોને શોધી તેમને ફરિયાદ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને છતાં ફરિયાદ ન કરે તો પોલીસે જાતે ફરિયાદી બનીને પણ આવી ગેંગને નશ્યત કરવી જોઈએ.
વિકટોરીયા પાર્કમાં તાજેતરમાં એકાંતની પળોમાણતા એક યુગલનો બળજબરીથી વીડીયો ઉતારવાની ઘટના બન્યા બાદ આ રીતે શહેર-જિલ્લામાં અનેક સ્થળોએ લુખ્ખાઓની આવી કલીક ગેંગ કાર્યરત હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. વિકટોરીયા પાર્કના બનાવમાં આવા માથાભારે માણસોએ યુવતીના પિતા પાસેથી મોટી રકમ મેળવ્યા છતાં પણ વધુ રકમ માંગતા અને તે નહિ આપતા વીડિયો વાઈરલ થયાનું બહાર આવ્યું છે. ત્યારે આવા બનાવોમાં ઊંડી તપાસ કરી પોલીસ આવા અસામાજિક તત્વોની ગેંગને જબ્બે કરે તેવી લોકલાગણી છે.
બોરતળાવ વિસ્તારમાં પડદા પાડેલી રીક્ષાવાળા આવા પ્રેમી યુગલને લઇ જાય છે. અને તેમન એકાદ આપવા માટે દુર જાય છે. પછી એ જ લોકો ખાખી ડ્રેસ પહેરેલા કેટલાક લોકોને ત્યાં મોકલે છે. જે ડરાવી ધમકાવીને મોબાઇલ, પાકિટ, ઘરેણા અને ક્રેડિટ કાર્ડ સુધ્ધા આંચકી લે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY