ભાવનગરનું રેલ્વે સ્ટેશન સમય પાલનમાં દેશમાં અવ્વલ નંબરે પહોંચ્યું

0
6

ભાવનગર,તા.૧૭
સમયસર પહોંચવા અને ઉપડવા મામલે વર્ષોથી બદનામ રહેલી ભાવનગર રેલવેએ છેલ્લા એક વર્ષમાં તેની છાપ સુધારી લીધી છે. સમયપાલન મામલે બેદરકારી દાખવતા અધિકારીઓનાં પ્રમોશન રોકવાં સુધીના પગલાં લઇને અને ડ્રાઇવરોમાં ગંભીર જાગૃતિ સંચાર કરીને પંક્ચ્યુઆલીટી જાળવતાં જાળવતાં ભાવનગર રેલવેએ સમયસર આગમન-પ્રસ્થાન મામલે નંબર વનનું સ્થાન મેળવ્યું છે. તેમ ડીઆરએમ રૈપા શ્રીનિવાસને રેલવે કમ્યુનીટી હોલમાં રેલ સપ્તાહની ઉજવણી દરમ્યાન કહ્યું હતું.
ભાવનગર રેલવેને સફળતા મળી રૈપા શ્રીનિવાસને જણાવ્યું કે હવે નવા સમયમાં સમયપાલનની બાબતને લઇને રેલવે મંત્રાલય અત્યંત સજાગ છે અને સમયપાલનમાં જ્યાં કસર છોડવામાં આવે છે ત્યાં જવાબદાર અધિકારીના પ્રમોશન રોકવા સુધીના આદેશો જારી કરી દેવાયા છે. ત્યારે છેલ્લા એક વર્ષથી પંકચ્યુઆલીટી જાળવવામાં ભાવનગર રેલવેને સફળતા મળી છે અને ભારતભરમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY