વડાપ્રધાનને ગિફ્ટ મોકલી હશે પરંતુ બંગાળની જનતા ભાજપને એક મત નહિ આપે

0
7

હુગલી,તા.૨૫
પીએમ મોદીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને આપેલા ઇન્ટરવ્યૂમાં મમતા બેનર્જીનો ઉલ્લેખ કરતા. મમતા બેનર્જીએ પીએમ મોદીને જવાબ આપ્યો છે. મમતાએ કહ્યું કે, પીએમ મોદીને ગિફ્ટ અને મિઠાઈ મોકલી હશે. પરંતુ બંગાળની જનતા ભાજપને એક પણ મત આપવાની નથી.
મમતાએ હુગલી જિલ્લામાં આયોજિત એક જનસભામાં જણાવ્યુ હતુ કે, હુ પીએમ મોદીને રસગુલ્લા, પૂજા દરમ્યાન ઉપહાર પણ મોકલુ છુ. મહત્વપૂર્ણ છે કે, મમતા બેનર્જીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે પીએમ મોદીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વર્ષમાં એક બેવાર મને કુર્તા પણ મોકલે છે.
બાંગ્લાદેશના પીએમ શેખ હસિના પણ મારા માટે બંગાળી મીઠાઈ મોકલે છે. આ વાતની મમતા બેનર્જીને ખબર પડી એટલે તેઓ પણ બંગાળી મીઠાઈ મોકલે છે. પીએમ મોદીના આ પ્રકારના નિવેદન બાદ મમતા બેનર્જીએ પીએમ મોદીને જવાબ આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY