પટના,તા.૪
બિહારના બાહુબલી અને અહીંથી બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા રાજન તિવારી ભાજપમાં જાડાયા છે. રાજન હત્યા, લૂંટ અને અપહરણના ઘણા કેસમાં આરોપી છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા પક્ષોમાં રહી ચુકવ્યા છે જેમાં આરજેડી, બીએસપી, આરએલએસપી મુખ્ય છે.
રાજન તિવારી અપરાધની દુનિયામાં ૯૦ના દશકામાં સક્રિય રહ્યા હતા. અત્યારે તેમના પર હત્યા, લૂંટ, અપહરણના ૧૦થી વધુ કેસ નોંધાયા છે. તેમનું નામ આરજેડીના નેતા અને ભૂતપૂર્વ મંત્રી બ્રિજીબિહારી પ્રસાદની હત્યામાં પણ સામે આવ્યું હતું. આ કુખ્યાત માફિયા શ્રી પ્રકાશ શુક્લાના ગેંગનો સભ્ય છે. યુપીમાં જ્યારે તેમને મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ત્યારે તેઓ પોલીસથી બચવા માટે બિહારમાં છૂપાયા હતા.
રાજન તિવારી મૂળ રીતે યુપીના રહેવાસી છે. તેમનું ઘર યુપીના ગોરખપુર જિલ્લામાં છે. રાજનનું પ્રારંભિક જીવન અહીં જ પસાર થયું છે અને તેઓએ પોતાનો અભ્યાસ ગોરખપુર જિલ્લાથી જ કર્યો છે. રાજને ગુનેગારોની દુનિયામાં યુવાનીમાં જ પગ મૂકી દીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





