ભાવનગર,તા.૧૬
ભાવનગર એસઓજી પોલીસે કોલેજના વિદ્યાર્થીને ગાંજા સાથે ઝડપી લીધો છે. સહજાનંદ કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થી પાસે ૧૧ પેકેટ ગાંજા મળી આવ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થી ઇ પેમેન્ટથી અમદાવાદથી પાર્સલ મંગાવતો હતો. વિદ્યાર્થી અને તેના મિત્રો ગાંજાના રવાડે ચડી ગયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે વિદ્યાર્થી પાસેથી ગાંજા અને સ્કૂટર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે એસઓજીએ એક્ટિવા ઉપર જતા યુવકની તપાસ કરતા તેની પાસેથી ગાંજા મળતા તેની અટકાય કરી હતી.
પોલીસે તેની પૂછપરછ કરતા તે ભાનગરની સહજાનંદ કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતો હતો. તેની પાસેથી પોલીસે ૧૧ પેકેટ ગાંજા જપ્ત કર્યો હતો.
આ વિદ્યાર્થી ઇ પેમેન્ટથી અમદાવાદથી પાર્સલ મંગાવતો હતો. વિદ્યાર્થી અને તેના મિત્રો ગાંજાના રવાડે ચડી ગયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે વિદ્યાર્થી પાસેથી ગાંજા અને સ્કૂટર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



