ઘોઘા-દહેજ રો રો ફેરીમાં સુવિધાના નામે મીંડુ, એસી બંધ રાખતા મુસાફરો રઝળ્યા

0
7

ભાવનગર,તા.૧૬
ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસમાં ધીરે ધીરે ધાંધિયા શરૂ થઇ રહ્યા છે જેથી કરીને લોકો પોતે જ ફેરીનો ઉપયોગ કરતા બંધ થાય તેવી સ્થિતિનું નિર્માણ ખુદ જહાજ ચલાવતી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. બુધવારની ફેરીમાં એસી બંધ રાખવામાં આવ્યું જેથી જહાજમાં મુસાફરી કરતા દર્દીઓ અને મુસાફરોને નાછૂટકે જહાજમાં બહારની તરફ બેસવું પડ્યું હતું. લોકોએ સરકાર સામે આક્ષેપ કર્યા છે કે, જેવા ફતવા કરો છો તેવી સુવિધા નથી મળતી અને એસીની ટિકિટો લઈને લોકોને રઝળાવવામાં આવી રહ્યા છે.
ભાવનગરની ૬૦૦ કરોડના ખર્ચે બનેલી ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસમાં ઈન્ડિગો શી વે કંપની દ્વારા જહાજ ચલાવવમાં આવે છે. આ જહાજ જૂનું હોવાથી વારંવાર બંધ પડવાના કિસ્સા તાજા છે. ત્યારે બુધવારે કંપની દ્વારા એસીની ટિકિટના ભાવ લીધા બાદ પણ લોકોને એસીની સુવિધા મળી ન હતી. ગરમીમાં લોકો ટૂંકા માર્ગે ભાવનગર આવતા હોય ત્યારે દહેજ સુધીની બસ સર્વિસમાં ટિકિટ એસીની લેવામાં આવી પણ સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યારે ફેરીમાં પણ બેઠા બાદ એસીની સુવિધા નહીં હોવાથી લોકોને ફરજીયાત જહાજમાં બહાર સહારો લેવો પડ્યો હતો. સુવિધાના નામે મીંડુ છે અને એસીના નામે પૈસા ખંખેરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY