ભાવનગર,તા.૭
ભાવનગર શહેરમાં વારંવાર હુક્કાબાર પકડાતા આવ્યા છે અને દેશનું યુવાધન નશીલી ચીઝોમાં ડૂબી રહ્યું છે. આવી સ્થિતિમાં ફરી ભાવનગર એસઓજી પોલીસ દ્વારા શહેરના હિમાલયા મોલમાં રેડ કરી અને હુક્કાબાર ઝડપી લેવાયો હતો. હિમાલયા મોલમાં ચાલતા હુક્કાબારમાં બે શખ્સો પોલીસે ઝડપી લીધા છે. હુક્કાબાર સંચાલક સાઝીદ અને અશરફ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
એસઓજી પોલીસે બે શખ્સો સાથે ૭ જેટલા હુક્કાઓ તો ૨૦ જેટલી ફ્લેવર અને ૩૦ જેટલા પાઈપ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે. પોલીસે કરેલી રેડમાં ૧૩ જેટલા યુવાનો હુક્કો પિતા મળી આવ્યા હતા જેમાં યુવક અને યુવતીઓ હોવાથી પોલીસે તેમના પરિવારને ધ્યાનમાં રાખીને માફીપત્ર દ્વારા મુક્ત કરી દીધા હતા. પરિવારની હાજરીમાં પકડાયેલા યુવક યુવતીઓને માફીપત્ર પોલીસે લખાવ્યા હતા જો કે પોલીસે સમાજ માટે આ ઘટનાને લાલબત્તી સમાન ગણાવી છે અને વિનંતી કરી છે કે સમાજમાં કોઈનો દીકરો કે દીકરી આ પ્રકારના નશાના રવાડે હોઈ તો પોલીસને જાણ કરવામાં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





