ભાવનગર,તા.૧૪
ગુજરાતમાં જ્યારે અનુસૂચિત જાતિના લોકોના લગ્ન પ્રસંગે અમુક લોકો વિરોધ કરી તેમના યુવાનોને વરઘોડા પસ બેસવા નથી દેતા અને જા કોઇ યુવાન પોતાના લગ્નમાં વરઘોડો કાઢે તો તેના પર પથ્થરમારો કરે છે તથા તેનો ખુલ્લો વિરોધ કરે છે. ત્યારે ગુજરાતમાં કેટલાક ગામડાઓમાં તો સ્થિતિ એટલી હદે વણસી છે કે, હવે લગ્નમાં પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાલમાં જ અમૂક સમૂદાયના લોકોએ દલિત સમાજના લોકો દ્વારા વરઘોડો નિકાળવા પર મસગ્ર સમાજનો બહિષ્કાર કર્યો છે ત્યારે ભાવનગરની એક ઘટના માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામે દલિત સમાજનાં એક યુવાનની જાન પરણવા માટે ગારિયાધાર ગઈ હતી. જીગ્નેશ. ડી. વણજારાની જાન વેળા વદર ગઈ હતી ત્યારે વરઘોડો ચડાવવાનો હોય ત્યારે આજે ગામના કાઠી દરબારોએ પોતાનો ઘોડો આપી, આ વરરાજા તે ઘોડા પર બેસીને ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




