ભાવનગર,તા.૧૧
ભાવનગર રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાતા બે લોકોના કરુણ મોત નિપજ્યા છે અન્ય વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
બન્યું એવું હતું કે, ભાવનગર રાજકોટ હાઈવે પર જાળિયાગામ નજીક ટ્રેકટર અને લકઝરી બસ અથડાઈ હતી. બસ ડ્રાઇવરે કાબૂ ગૂમાવતા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમા બસમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે ૫ થી ૬ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.
ઘટનાની જાણ થતા પોલીસ અને ૧૦૮ આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા.
ઘટનાને પગલે રાજકોટ હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય હતી. વાહનોની કતાર લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અને આ કેસ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે આ મૃત્યુ પામનાર લોકો ક્યાંની રહેવાસી છે જે અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



