નવાપરામાં રહેણાંક મકાનમાંથી  દારૂ – બિયર સાથે એક ઈસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ 

0
267

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ એ  જિલ્લામાંથી દારૂ જુગારની બદી નાબૂદ કરવા ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ની  સુચનાથી  એસ.ઓ.જી.ના  પોલીસ કોન્સ. યોગીનભાઈ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી ને મળેલ સંયુક્ત બાતમી આધારે  ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૩૪ રહેવાસી નવાપરા બાથરૂમવાળો ખાંચો રામજીભાઇ બંબાવાળાની ડેલી ભાવનગર વાળાના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની ૧ લીટરની બોટલ નંગ – ૧૫ કી. ૯૯૦૦/- તથા બિયર ટીન-૩૬ કી. ૪૮૬૦/- તથા બે થેલા મળી કુલ રૂપિયા ૧૪૯૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધમાં પ્રોહી એકટ તળે કાર્યવાહી કરી ધરપકડ કરી તેના વિરુધ્ધમાં એસ.ઓ.જી. ના બાવકુદાન ગઢવી એ  નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

ભાવનગર,અશોક સગર, 9725757555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY