પ્રથમ દિવસે 55 પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એરિયલ વ્યૂહ નો અદભુત નજારો નિહાળ્યો.
રાજપીપળા : કેવડિયા ખાતે પ્રથમવાર હેલિકોપટર સેવા શરૂ કરતાં પ્રવાસીઓમાં અનેરો આનંદ પ્રસરાયો છે. જે હાલ જમીન પરથી દેખાતા વ્યુહો પ્રવાસીઓ હવે આકાશ માંથી હેલીકૉપટર દ્વારા જોશે જેમાં નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળી શકશે.
ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે હેલિકોપટર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે. જે એક હેલિકોપટર હાલ લીમડી ખાતે ેપી કંીના હેલિપેડ ખાતે આ સેવા સરૂ કરવામાં આવી છે. જેમ ઉત્તરાખંડ, ચારધામ માં હેલોકપટર ની સેવા આપે છે એ એજન્સી ને કામ સોંપવામાં આવ્યું છે પ્રવાસીઓની સંખ્યા વધતા બીજા બે હેલિકોપટર લાવવાની તૈયારી એજન્સી એ બતાવી છે. ત્યારે પ્રથમ દિવસે 55 પ્રવાસીઓ આ હેલિકોપટર માં બેસી ને એરિયલ વ્યૂહ નો નહારો માણ્યો હતો. એક પ્રવાસી ની ટિકિટ 2900 રૂપિયા રાખવામાં આવ્યા છે. જેથી આ એજન્સીને પ્રથમ દિવસે. 1,59,500 રૂપિયાની આવક થઈ. હતી.
આ બાબતે હેરિટેજ એવિએશન ના સંચાલક બ્રિજમોહન વિસ્તે જણાવ્યું હતું ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે.કુલ 6 થી 7 પ્રવાસી ની કેપવાસીટી છે જેને વજન કરી બેસાડવામાં આવે છે. પ્રથમ દિવસે 55 ટિકિટ બુક છે. પ્રવાસીઓ ની આવક પ્રમાણે બીજા હેલિકોપટર લાવવામાં આવશે. હાલ પ્રવાસીઓમાં ઘણો ઉત્સાહ જણાઈ રહ્યું છે.
બોક્ષ. ટિકિટનું બુકિંગ ઓનલાઇન પણ કરાવી શકાશે
પ્રવાસીઓ માટે હેલિપેડ ખાતે થી બુકિંગ કરવામાં આવે છે અને સમય પ્રમાણે તેમને ટ્રીપ કરાવવામાં આવે છે. ગુજરાત ટુરિઝમ ની વેબ સાઇટ પર થી પણ પ્રવાસીઓ ટિકિટ બુકિંગ કરવામાં આવે છે અને ટુકસમય માં હેરિટેજ એવિયેશનની વેબ સાઇટ પરથી પણ બુકિંગ કરી શકાશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




