માઇનિંગ વિરુદ્ધ લડત માટે જેલ ગયેલા લોકોનું સન્માન કરાશે

0
12

ભાવનગર,તા.૨૫
ભાવનગર જિલ્લાનાં તળજા તાલુકામાં થોડા દિવસો પહેલા અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા થતા માઇનિંગ સામે વિરોધ કરનારા સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ અને પોલીસે સ્થાનિક લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.
સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેમના પર બેફામ સિતમ ગુજાર્યો હતો અને ખુબ માર માર્યો હતો. સામે પક્ષે આ ઘર્ષણમાં પોલીસને પણ ઇજા થઇ હતી.
આ ઘર્ષણ બાદ માઇનિંગનો વિરોધ કરનારા લોકો સામે ફરિયાદ દાખલ થઇ હતી અને ૯૨ લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. કોર્ટે આ તમામ લોકોને શરતી જામીન આપ્યા હતા પણ સ્થાનિક લોકોએ નક્કી કર્યુ છે કે, તેઓ માઇનિંગ સામે લડી લેવા મૂડમાં છે.
આજે એટલે કે પ્રજાસત્તાક દિવસે (૨૬ જાન્યુઆરી) નીચા કોટડા ખાતે જેલમાં ગયેલા તમામ લોકોનું જાહેરમાં સન્માન થશે. આ માટે સામુહિક લાપસી પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ખેડૂતોના આગેવાન ડો. કનુભાઇ કળસરિયા સહિત સ્થાનિક અને પ્રદેશ કક્ષાનાં નેતાઓ હાજરી આપશે.
આ કાર્યક્રમ અંગે લડતનાં આગેવાન ભરત ભીલે જણાવ્યું કે, માઇનિંગ સામેનો સ્થાનિક લોકોનો વિરોધ યથાવત રહે છે અને પોલીસ અત્યાચારથી સ્થાનિક લોકો વધુ જાગૃત બન્યા છે અને લડી લેવા માટે વધારે મક્કમ થયા છે. સ્થાનિક લોકો માટે ખેતી એ જ તેમની રોજીરોટી છે અને તેઓ પર્યાવરણ અને ખેતીનાં ભોગે માઇનિંગ કોઇ પણ સંજાગોમાં થવા દેશે નહીં”.
ભરત ભીલે વધુમાં જણાવ્યું કે, અમારું આંદોલન અંહિંસક છે અને અંહિસક જ રહેશે. વધુને વધુ લોકો તેમાં જાડાશે. સ્થાનિક લોકો માઇનિંગ નહી પણ મેથળા બંધારો ઇચ્છે છે. જા આ બંધારો બને તો ખારા પાણી આગળ આવતા અટકે અને દરિયાકાંઠાની જમીન સમૃદ્ધ બને”.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY