ગુજરાત સરકારશ્રીના બાકી લેણા માફી યોજના અંતર્ગત રાણપુરમાં P.G.V.C.L દ્વાર આજે લોકમેળો ..

0
20

હાલમાં લોકોને વીજજોડાણ મેળવવા માટે બાકી લેણા ભરવા પડે છે આ બાકી લેણા ના લીધે લોકોને વીજ જોડાણ મળતા નથી આ બાકી લેણા લેણામાં માફી અંગેની યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરેલ છે તે અંતર્ગત આજરોજ તા-૧૪.૮.૨૦૧૮ ને મંગળવારે સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી પી.જી.વી.સી.એલ.ની રાણપુર સ્થિત પેટા વિભાગીય કચેરીના કાર્યાલયે ગુજરાત સરકાર દ્વારા વીજબીલ પેટે બાકી રહેતી રકમ અંગેની જાહેર કરેલ માફી યોજના અંગે લોકમેળાનુ આયોજન કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત તા-૩૧.૫.૨૦૧૮ કે તે પહેલા કાયમી ધોરણે બંધ થયેલ વીજ જોડાણવાળા ગ્રાહકો અને બીન ગ્રાહકોને લાભ આપવામાં આવનાર છે ઘર વપરાશના અને ખેતીવાડીના પ્રકારના કેસોમાં મુળ રકમના ૫૦ ટકા,વ્યાજમાં ૧૦૦ ટકા,વકીલ ફી માં ૧૦૦ ટકા અને કોર્ટ ફી માં ૧૦૦ ટકા માફી આપવામાં આવશે.વાણિજ્ય,ઔધોગિક,વોટર વર્કસ,સ્ટ્રીટ લાઈટ,ટ્રસ્ટ લાઈટ જેવા કેસોમાં વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવામાં આવેલ છે.સરકારશ્રીની સદર માફી યોજના તા-૩૦.૯.૨૦૧૮ સુધી અમલમાં રહેશે.
માફી યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓને પી.જી.વી.સી.એલ.ના નિયમોનુસાર વીજ જોડાણો આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીએ જણાવેલ છે આ બાબતે રાણપુર ડી.ઈ.એન એન અમીન સાથે વાત કરતા જણાવેલ છે કે માફી યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓને વીજ જોડાણ આપવાની કાર્યવાહી નીયમોનુસાર કરવામાં આવશે.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર મો:-7698030233

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY