નોકરીના બહાને ૧૫૦ લોકો સાથે ૫.૨૭ કરોડની છેતરપીંડી થતા હાહાકાર

0
77

ભાવનગર,તા.૧૩
નોકરી આપવાના બહાને ભાવનગરમાં રહેતા અને અમરેલીની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજયભાઇ ધીરજલાલ દવેએ ૧૫૦ લોકો સાથે ૫.૨૭ કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ સામે આવી છે. જ્યારે બીજી તરફ પ્રોફેસરે ફરિયાદ નોંધાવી છે કે કેટલાક શખ્સોએ સિહોરના વળાવડ ગામેથી તેનું અપહરણ કર્યું કર્યુ હતું અને તેને માર મારીને છોડી દેવામાં આવ્યો હતો. અપહરણ મામલે પોલીસે ૨૨ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
પ્રોફેસર સંજયએ ૧૫૦ જેટલા નોકરી વાચ્છુકોને સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ પ્રોફેસરે કરોડની રકમ લઈને નોકરી અપાવી ન હતી અને પૈસા પણ પરત કર્યા ન હતા.
પ્રોફેસર સંજયભાઇ દવેએ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના પત્રો જેમાં રાષટ્રીય ચિન્હો તેમજ તેમાં સરકારી કચેરીઓઓના બનાવટી રબ્બર સ્ટેમ્પ બનાવીને તેનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજા બનાવ્યા હતા. તેમા ગાંધીનગરની અલગ અલગ કચેરીઓઓના હોદ્દા દર્શાવી તેમા ખોટી સહિઓ કરી નોકરી વાચ્છુકોને નીમણૂંક પત્રો તેમજ જીલ્લા ફાળવણીના પત્રો આપ્યા હતા. આ સાથે જ તાલીમ અંગેનાં ખોટા દસ્તાવેજા સાચા તરીકે પોસ્ટ મારફતે અને રૂબરૂ આવી આપી કુલ ૫ કરોડ ૨૭ લાખ ૨૦ હજારની રકમ ઓળવી ગયો હતો. હાલ પોલીસે પ્રોફેસર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY