ભાવનગરમાં જમીન સંપાદન મામલે ૧૦૦થી વધુ ખેડૂતોનાં ધરણાં

0
15

વાહ રે ગરીબી…ખેડૂતોના ખરા તડકામાં અને ભાજપ નેતાઓના કૂલરમાં ઉપવાસ
ગાંધીનગર/ભાવનગર,તા.૧૨
હાલ દેશભરમાં ઉપવાસની સીઝન ચાલી રહી છે, ભાજપ-કોંગ્રેસ બંનેએ જાણે ઉપવાસ એક રમત હોઇ તેમ અઠી કલાકના નાટકો કર્યા, લોકશાહીમાં સત્તા ટકાવવા હાઇફાઈ ઉપવાસ જાવા મળ્યા પરંતુ ભાવનગરમાં હક્કની જમીન મેળવવા ખેડૂતોના ખુલ્લા તાપમાં ધરતી પર બેસી ઉપવાસ-પ્રતિક ધરણાં પર એકપણ નેતા ડોકાયા ન હતા. ઘોઘા ખાતે ૧૨ ગામના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી જમીન સંપાદનને લઇને ધરણાં કરી રહ્યાં છે.
સમગ્ર દેશની સાથોસાથ ભાવનગર પણ શહેર જિલ્લા ભાજપ દ્વારા સંસદ ઠપ્પ કરવાના કારણને આગળ ધરી ઘોઘાગેટ ચોક ખાતે પ્રતિક ધરણાં યોજાયા હતા. બીજી તરફ આ સ્થળથી ૨૫ કિ.મી. દૂર ઘોઘા ખાતે ૧૨ ગામના ખેડૂતોએ પાવર પ્લાન્ટ દ્વારા સંપાદિત થયાના બે દસકા બાદ ખેતીની ફળદ્વપ જમીનનું હસતાંતરણ હાથ ધરવાની સરકારની ધરાર કામગીરીના વિરોધ કરી રહ્યાં છે, આ માટે તેઓ ભરતડકામાં ધરણાં ઉપવાસ કરી રહ્યાં છે, તેમ છતા કોઇપણ નેતા તેની તરફ ડોકાયા ન હતા.
એક જ દિવસે અને એક જ સમયે યોજાયેલાં આ ધરણાંમાં તફાવત માત્ર એટલો જ છે કે ખેડૂતો પોતાના જમીની હકક માટે અંદાજીત ૩૯ ડિગ્રી તાપમાનમાં કોઇપણ પ્રકારની પ્રાથમિક સુવિધા વગર પોતાની ન્યાયિક લડાઇને વાચા આપવા પરસેવો પાડી રહ્યા છે તો બીજી તરફ ભાજપના હોદેદારોથી લઇ કાર્યકરો કે જે પૈકીના મોટાભાગના આજના ઉપવાસ કાર્યક્રમના મુળ એજન્ડાથી પણ અજાણ છે તેઓ હાઇફાઇ રીતે તૈયાર થયેલાં વોટર સ્પ્રે પંખા સાથેના વાતાનુકુલીત ડોમની નીચે પાંચ કુલરની ઠંડી હવા આરોગવા સાથે અનુકરણીય ઉપવાસ માણી રહ્યા છે. આ બન્ને વિરોધાભાસી પરંતુ વાસ્તવિકતા રજૂ કરતી તસ્વીરો જ દેશની પ્રર્વતમાન સ્થતિનો સાચો ચિતાર આપી દે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY