લો..બોલો..પાણી ડ્રેનેજના કનેક્શન નંખાયા નથી ને ત્યાં નગરગૃહનુ ઉદઘાટન..!!

0
678

વડોદરા,
તા.૨૨/૦૩/૨૦૧૮

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દોઢેક મહિના અગાઉ શહેરના આજવા રોડ ખાતે રૂ.૩૦ કરોડના ખર્ચે ત્રીજું દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરાવ્યું હતું. આ નગરગૃહને પાણી અને ડ્રેનેજની સુવિધા ન હોવા છતાં પણ ઉતાવળમાં આવીને તેનું ઉદઘાટન કરાવી નાખ્યું હતું. જાકે હજી સુધી આ નગરગૃહ ચાલુ કરાયું નથી.

મ્યુનિ.કોર્પોરેશનના પાણી પુરવઠા, ડ્રેનેજ, બાંધકામ સહિતના વિભાગો વચ્ચે કોઇ જાતનું આંતરિક સંકલન ન હોવાથી અને અધિકારીઓ એક બીજા પર જવાબદારી ઢોળતા હોવાથી નગરગૃહ શરૃ કરવામાં વિગ્ન ઊભું થયું છે, હવે તા.૨૭ના રોજ વિશ્વ રંગભૂમિ દિન આવતો હોવાથી કોર્પોરેશનના તંત્રને નગરગૃહ કોઇપણ ભોગે શરૃ કરવાની તાલાવેલી જાગી છે જેના કારણે અધિકારીઓ દોડતા થઇ ગયા છે. આ નગરગૃહને હાલ પાણી અને ડ્રેનેજનું જાડાણ નથી.

સીસી નહી મળતા આ કામગીરી થઇ શકતી નથી. કોર્પોરેશનનું પોતાનું જ કામ હોવા છતાં સીસી, પાણી અને ડ્રેનેજ જાડાણ માટે અધિકારીઓ વચ્ચે સંકલન નથી. આ બધુ મળે તે પછી શહેર પોલીસનું ક્લઅરન્સ સર્ટિફિકેટ લેવાનું થશે, અને તે પણ અટવાઇ ગયું છે. હજી સ્થાયી સમિતિમાં તાજેતરમાં આ નવા નગરગૃહના મહેકમ અને સંચાલનની કામગીરી આઉટસોર્સથી કરવા સમગ્ર સભાની મંજુરીની અપેક્ષાએ દરખાસ્ત મંજૂર કરી છે. ગાંધી નગરગૃહ, સયાજીનગરગૃહ બાદ કોર્પોરેશનના આ ત્રીજા નગરગૃહમાં ૯૦૦ની બેઠક વ્યવસ્થા છે. જા તા.૨૭ના રોજ નગરગૃહનું ઉદઘાટન થઇ જાય તો કોર્પોરેશન તા.૨૯ના રોજ કાર્યક્રમ માટે કોઇને ફાળવી શકે તેવી ગણતરી રાખવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY