અમદાવાદ,તા.૨૨
શહેરના સરદારનગર વિસ્તારમાં ખાખીધારી અધિકારીએ કાયદાની ઐસીતૈસી કરીને સ્થાનિક જનતાને ભયભીત કરતો હોય તેવા આરોપ સાથે એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાવનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ ગેરકાયદેસર બાંધકામ કરીને પાડોશીને જાનથી મારી નાંખવા અને ગોળી મારવાની ધમકી આપી હોવાનું જે ખાખી સમાજના લોકોની રક્ષા કરવા માટે પહેરી હતી તે જ ખાખીનો દૂરુપયોગ કરીને સમાજના લોકોને ભયભીત કરવાનો પ્રયાસ એક પોલીસ અધિકારી કરી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ બેડામાં ચકચાર ફેલાઇ ગઇ છે.
આ સમગ્ર ઘટનાની શરૂઆત ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરના બાંધકામથી શરૂ થઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર દિપક મિશ્રાએ પોતાના ઘરનું બાંધકામ ચાલુ કર્યું ત્યારે પાડોશીના મકાન પર બાંધકામના બીમ મૂકી દીધા અને ખોટું દબાણ ઊભું કર્યું હતું.
આ બાબતે પહેલાં પાડોશીએ સમજાવટથી વાત કરી અને બીમ હટાવી લેવા કહ્યું હતું. ત્યારે પોલીસ અધિકારીનો પરિવાર ખાખીના ગુમાનમાં મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યું હતું. પરેશાન પાડોશીએ પોતાના હક માટે કોર્પોરેશનમાં અરજી કરીને સત્તાવાર નોટિસ મોકલાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરનું બાંધકામ ગેરકાયદેસર છે નોટીસ મળતાં ખાખીધારી પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાનો ખેલ શરૂ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



