પાણીના બુંદ બુંદ પાણી માટે તરસતા પ્રજાજનો માટે જીવન નિર્વાહ મુશ્કેલ

0
8

ભીલોડા,તા.૧
ગત ચોમાસે અપૂરતા વરસાદ પડતા અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ ખાલીખમ રહેતા અને કૂવા અને બોરના તળ નીચે ઊતરતા ઉનાળાની શરૂઆતમાં જ અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. મોડાસાથી ૧૦ કિલોમીટર દૂર આવેલા અમલાઈ ગામે પીવાના પાણી માટે મહિલાઓને બે ત્રણ કિલોમીટરનો રઝળપાટ કરવો પડી રહ્યો છે.
અરવલ્લી જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં અને છેવાડાના વિસ્તારો સુધી પીવાના પાણી પહોંચાડવા એસકે ટુ યોજના અંતર્ગત પાઈપલાઈનથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારો હજુ પણ પાણી વિના ટળવળી રહ્યા છે. મોડાસા તાલુકાના અમલાઈ ગામ વર્ષોથી ઉનળામાં પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મહદંશે ખેતમજૂરી, પશુપાલન અને રોજમદાર તરીકે જીવન નિર્વાહ ગ્રામજનો ચાલવી રહ્યા છે ગત ચોમાસામાં અપૂરતા વરસાદે ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી સર્જાતા ગામની મહિલાઓની સવાર પાણીના કળકળાટથી થાય છે મહિલાઓ ખેતમજૂરી કે અન્ય જગ્યાએ કામકાજ અર્થે જતા પહેલા પીવાના પાણી માટેના એક-એક બેડાં માટે બેથી ત્રણ કિલોમીટર ભટકવું પડે છે. ગામમાં હેન્ડ પમ્પ હોવા છતાં પાણી ન આવતા પશુઓને પાણી કઈ રીતે પીવડાવવું એ યક્ષ પ્રશ્ર્‌ન સર્જાયો છે અને પશુઓને પાણી વગર તડપતા જાઈ ન શકતા વેચવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ સરપંચ સામે પણ રોષ વ્યક્ત કરી સરપંચ તેમની વાત કાને ના ધરતા હોય તો તંત્ર તો ક્યાંથી સાંભળવાનું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY