નવીદિલ્હી,
ભીમ એપના એન્ડ્રોઇડ અને આઈઓએસ એપને અપડેટ કરી દેવામાં આવતા લોકોને રાહત થઇ છે. આના પરિણામ સ્વરુપે આજે આ એપથી બિલની ચુકવણી પણ થઇ શકે છે. ભીમ એપમાં નવા ફીચર ઉમેરવામાં આવ્યા બાદ વિજળી અને પાણી તથા ગેસના બિલની ચુકવણી પણ કરી શકાશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇÂન્ડયાએ ડિજિટલ ઇÂન્ડયા અભિયાન હેઠળ હવે એક સરળ યુપીઆઈ ઇનેબલ્ડ પેમેન્ટ ઇન્ટરફેસની શરૂઆત કરી દીધી છે. આ એપથી યુઝર્સ યુટીઆઈ મારફતે કોઇ યુઝરના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકશે. તાજેતરમાં જ સરકારે ભીમ એપના ગ્રાહકો અને કારોબારીઓ માટે એક કેસબેક સ્કીમની જાહેરાત કરી હતી. નવા યુટીલીટી બિલ પેમેન્ટ ફ્યુચરને લેટેસ્ટભીમ એપ અપટેડ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ એપના ૧.૫ વર્ઝનમાં ઉપલબ્ધ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને સાધનો માટે રોલઆઉટ કરવામાં આવ્યા છે. એપના વોટ્સન્યુ સેક્શનમાં જઇને લેટેસ્ટ ફ્યુચરને જાઇ શકાય છે. એપમાં લખવામાં આવ્યું છે કે, હવે ભીમ બિલ પેનો ઉપયોગ કરીને પોતાના બિલની ચુકવણી થઇ શકે છે. આની સાથે જ ભવિષ્યમાં પેમેન્ટ માટે યુઝર્સ પોતાના બિલને શેર પણ કરી શકશે. ડિલર કેટેગરીમાં પોસ્ટ પેઇડ મોબાઇલ, લેન્ડલાઈન, બ્રોડબેન્ડ, ડીટીએચ અને ઇલેક્ટ્રીસિટી તથા વોટર સામેલ છે. ભીમ એપને લેટેસ્ટ વર્ઝન પર અપટેડ કરવામાં આવ્યા બાદ બિલ પે નામથી નવા સેક્શનને જાઇ શકાશે. આ ઓપ્શન ટ્રાન્સફર મની સેક્શનની નીચે છે. મેન્યુમાં માય બિલ સેક્શનમાં જઇને તમામ બિલ જાઈ શકાશે. હાલમાં આ એપમાં વોડાફોન, આઈડિયા, બીએસએનએલ તથા તાતાનો પોસ્ટપેઇડ માટે સપોર્ટ મળે છે.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





