ન્યુ દિલ્હી,તા.૨૯
મુખ્યમંત્રી કેજરીવાલે મોદી સરકાર ઉપર ખેડૂતોને ત્રાસ પહોંચાડવાનો આરોપ મૂકી વડાપ્રધાન પાક વિમા યોજના (પીએમ એફબીવાઈ) રદ્દ કરવા માંગણી કરી છે. કેજરીવાલે કહ્યું છે કે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વળતર સરકારે આપવુ જાઈએ નહિં કે વિમા કંપનીઓએ. કેજરીવાલે કહ્યું કે પીએમએફબીવાઈ યોજના તાબડતોબ રદ્દ કરવી જાઈએ અને તે માટે ખેડૂતોના ખાતામાંથી કાપવામાં આવેલી રકમ પરત આવી જાઈએ.
આમ આદમી પાર્ટીના સુપ્રિમો કેજરીવાલે કહ્યું કે અમને આ યોજના સ્વીકાર્ય નથી. આ યોજના માત્ર વિમા કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૦૧૪ની લોકસભામાં કોંગ્રેસથી લોકો કંટાળી – ઉબકી ગયા હતા એટલે ભાજપાને મત આપ્યો હતો. ભાજપ કંઈક કરશે તેવી લોકોને આશા હતી પરંતુ ખેડૂતો આજ પણ ત્રાસ સહન કરી રહ્યા એવું કહેવું અસ્થાને નહિં ગણાય કે ખેડૂત આજ સુધીની સહુથી ખરાબ સ્થિતિમાં જીવી રહ્યો છે. ‘આપ’ પાર્ટીના નેતા રામપાલ જાટ રાજસ્થાનમાં ખેડૂતોની માંગણીઓ માટે ૨૩ ઓકટોબરથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જે ઉપવાસ છોડાવવા રાજસ્થાનના પ્રવાસે આવેલા કેજરીવાલે કહ્યું કે આ લોકો (ભાજપા) ઉપવાસની ભાષા સમજતા નથી, તેઓ ‘મત’ની ભાષા જ સમજે છે. રામપાલજીના ઉપવાસના પારણા કરાવી તેમને ગામડે – ગામડે જઈને ભાજપ વિરૂદ્ધ મત આપવા અપીલ કરવા કહ્યું છે. મારી વાત તેમણે માની તે માટે હું ખૂબ રાજી છું
ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ નવાં નામ, નવા રંગ-રૂપ અને નવા નિયમો સાથે દેશમાં ખેડૂતો માટે નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના લોન્ચ કરાઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



