શો-રૂમના પાર્કિંગમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી : ૩૨ જેટલા હોસ્પટલના સ્ટાફનું રેસ્ક્યુ

0
105

સુરત,
તા.૨૪/૦૩/૨૦૧૮

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિજય સેલ્સના શો-રૂમના પાર્કિંગમાં ભીષણ આગ લાગી હતી. તાત્કાલિક ફાયરટીમને ઘટનાસ્થળે બોલાવાતા આગ પર કાબૂ મેળવાયો છે. દર્દીઓને રેસક્યુ કરીને સારવાર અર્થે હોસ્પટલમાં ખસેડાયા છે.

અડાજણ વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રોનિક્સના શો રૂમ વિજય સેલ્સના પા‹કગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આગનો ધુમાડો ફરી વળ્યો હતો. ત્યારબાદ સેકન્ડ ફ્લોર પર આવેલી આઈ ક્યૂ હોસ્પટલમાં ધુમાડો ફેલાવવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

હાલ આગ કાબુમાં આવી ગઈ છે.હોસ્પટલના સ્ટાફનું રેસ્ક્યુ હાથ ધરાયું સેકન્ડ ફ્લોર પર આવેલી હોસ્પટલમાં ડોક્ટરો સહિત ૩૨ જેટલા લોકો ફસાયા હોવાનું જણાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. એક પછી એક લોકોને હોસ્પટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

હોસ્પટલના સ્ટાફે ૧૫ જેટલા દર્દીઓને બહાર કાઢ્યા હતા. દરમિયાન હોસ્પટલનો સ્ટાફ બહાર નીકળવા જતા ધુમાડો વધી જતા ફસાઈ ગયા હતા. કેટલાક લોકો હોસ્પટલના કાચ ખોલી બહાર સાઈડ પણ આવી ગયા હતા. હોસ્પટલમાં ફસાયેલા હોસ્પટલ સ્ટાફને ધુમાડાના કારણે ગૂંગળામણ થઈ હતી. ૩૨ જેટલા હોસ્પટલના સ્ટાફનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમામને નજીકની હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY