તિલકવાડા નાળાના અકસ્માત માં મૃતક ના પરિવાર ને ૧.૫૦ લાખની સહાય

0
125

રાજપીપલા,
૨૪/૦૩/૨૦૧૮

કંપનીના નિયમ મુજબ વીમો પ્રત્યેક કર્મચારીનો હોય જે રકમ પણ પરિવાર ને મળશે

તિલકવાડા કાટકોઈ ગામ પાસે ફોરલેન માર્ગના નાળાની કામગીરી માં સ્ટીલના સળિયાનું ઉભું કરેલું સ્ટ્રક્ચર પડતા દેવગઢ બારિયાનો એક કામદાર પડી ગયો જેમાં તેનું મોત નીપજ્યું હતું.

જે બાબતે જે કંપની માં કામ કરતો હતો તે કલાસીક નેટવર્ક પ્રા લિ કંપનીના આધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને જેને તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો. આ બાબતની જાણ તેના પરિવાર ને કરી મૃતક કર્મચારી નો મૃતદેહ તેના પરિવાર ને આપ્યો હતો અને તેના ગામ જઈ અંતિમ વિધિ પણ પૂર્ણ કરી હતી.

દાહોદ ના દેવગઢ બારીયા ના મોટી ખજૂરી નો આ કામદાર મહેશ લેસભાઈ પટેલ ના મૃત્યુ બાદ તેના પરિવાર ને આર્થિક મુશ્કેલી ના સર્જાય એ માટે કલાસીક નેટવર્ક પ્રા લિ કંપની દ્વારા પરિવાર ને ૧.૫૦ લાખ ની સહાય આપવામાં આવી જયારે કંપની ના નિયમ મુજબ જે વીમો પાકશે એ રકમ પણ તેના પરિવાર ને આપવામાં આવશે, જેવી વાત કંપનીના મેનેજર દીપેશ પટેલે જણાવ્યું હતું કે નર્મદા માં ફોરલેન રોડ જે બને છે જેનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે અને સેફટી આધિકારી ના નેતૃત્વમાં સેફટી કીટ સાથે કર્મચારીઓ કામ કરી રહયા છે.

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ,
મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY