આતંકવાદ તો ત્યાગ,તપસ્યા અને બલિદાનનું પ્રતિક હોય છે : મ.પ્રદેશ ભાજપ અધ્યક્ષ

0
9

ભોપાલ,તા.૨૫
લોકસભા ચૂંટણી દરમિયાન મધ્યપ્રદેશના ભાજપા અધ્યક્ષ રાકેશ સિંહે જનસભા રેલીને સંબોધી હતી. રેલીમાં રાકેશ સિંહની જીભ લપસતા તેમણે કહ્યું કે, આતંકવાદ તો ત્યાગ, તપસ્યા અને બલિદાનનું પ્રતીક હોય છે. રાકેશ સિંહ ભગવાધારીઓ વિશે વાત કરી રહ્યા હતા અને વાત-વાતમાં તેમણે આતંકવાદ શબ્દનો પ્રયોગ કરતા આવું વિવાદાસ્પદ નિવેદન આપી દીધું. આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાકેશ સિંહે કહ્યું કે, ‘ભગવો કિયારેય આતંકવાદ ન હોઈ શકે, ભગવાધારણ કરનારા કિયારેય આતંકવાદી નથી બનતા. આતંકવાદ તો ત્યાગ, તપસ્યા અને બલિદાનનું પ્રતિક હોય છે.’ તેમણે આગળ કહ્યું કે, જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ અને આ દિગ્વિજય સિંહ ઠેર-ઠેર આ જ ભગવા રંગ પર માથુ ટેકતા જાવા મળે છે.’ રાકેશ સિંહ મધ્યપ્રદેશના જબલપુરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉભા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY