પશ્ચિમ કચ્છ એલ.સી.બી, ભુજ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ પી.એસ.આઈ એમ.બી.ઔસુરા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે, અંઘજન મંડળ સંસ્થાના કમ્પાઉન્ડ પૂર્વે આવેલ શેરીમાં ગાયોના વાડામાં આવેલ ઓરડીમાં અમુક વ્યકિતઓ સકીનાબેન વાઇફ ઓફ હાસમ કેવર, રહે.વાલ્મીકીનગર, લોટસ કોલોની ભુજ વાળી આપી ગયેલ દેશી દારૂના જથ્થામાંથી છુટકમાં વેચાણ કરવા હેતુ નાની-નાની કોથળીઓ બનાવી પોતાના કબજામાં છુટક વેચાણ અર્થે રાખેલ છે જે મળેલ બાતમી હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગયાએ આવી રેડ કરતા આરોપીઓ નં.(૧) ફકીરમામદ અલીમામદ હિંગોરજા, ઉ.વ.૬૦,રહે. કેમ્પ એરીયા, જુના કચ્છમિત્ર પાછળ, ભુજ, (ર) છગની મણીરામ રાજપુત, ઉ.વ.૩૩, રહે.વાલ્મીકીનગર, લોટસ કોલોની ભુજ, (૩) ઉમર જુસબ લાખા, ઉ.વ.૩૮, રહે.હાલે લશ્કરી માતમ, કુરેશી અભુના મકાનમાં અંજાર, મુળ રહે.ભીડનાકા બહાર, આઝાદનગર, ઇમામના ઓટલા પાસે, ભુજ (૪) જેન્તી આતુભાઇ સીજુ, ઉ.વ.રર, રહે.જુની રાવલવાડી, ભીમરાવ નગર, રામદેવપીરના મંદીર પાસે, ભુજ (પ) આતુભાઇ પાલાભાઇ સીજુ, ઉ.વ.૫ર, રહે.જુની રાવલવાડી, ભીમરાવ નગર, રામદેવપીરના મંદીર પાસે, ભુજ (૬) પ્રકાશ શંકર વાલ્મીકી, ઉ.વ.૪૭, રહે.વાલ્મીકીનગર, લોટસ કોલોની ભુજ (૭) કાલુ ચોથાજી મારવાડી (રાજવાડા), ઉ.વ.૩૦,રહે.આર.ટી.ઓ. સર્કલ સામે,ઝૂપડપટ્ટી ભુજ (૮) પ્રહલાદ રતનલાલ ચંદ્રવંશી(વાદી),ઉ.વ.ર૦, રહે.આર.ટી.ઓ. સર્કલ સામે, ઝૂપડપટ્ટી ભુજ દેશી દારૂ લીટર ૮૦ કિંમત રૂા.૧૬૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂા.૧પ૦૦/- તેમજ એક મોટર સાયકલ કિંમત રૂા.ર૦,૦૦૦/- એમ કુલ્લે રૂા.ર૩,૧૦૦/- ના મુદામાલ રેડ દરમ્યાન પકડાયેલ તમામ આરોપીઓ તેમજ રેડ દરમ્યાન હાજર નહી મળી આવેલ સકીનાબેન હાસમ કેવર જે તમામ આરોપીઓ.વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 . ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




