ભુજના બોગસ બી.પી.એલ રાશન કાર્ડ અનાજ કૌભાંડ ૫૦૦ કરોડ નો હોવાનું ઘટસ્ફોટ છેવટે ન્યાય માટે નામદાર કોર્ટમાં ધા નાખવા કરશે તૈયારી કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી આદમ ચાકી

0
541

ભુજમાં બહુચર્ચિત બી.પી.એલ.બોગસ રાશન કાર્ડ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ મહામંત્રી તેમજ જામનગર જીલ્લા પ્રભારી આદમ ચાકી દ્વારા ભુજ શહેરમાં આવેલી ૪૦ જેટલી ગ્રાહક સહકારી મંડળી સસ્તા અનાજની દુકાનોમાં કુલ ૧૩,૭૦૩ જેટલા બનાવાયેલ બોગસ બી.પી.એલ રાશન કાર્ડ બાબતે તપાસ કરવા સાથે તેમના પર કાયદાકીય રીતે ફોજદારી ફરિયાદ કરવા અનેક વખત કલેકટર કચેરી,મામલતદાર કચેરી પુરવઠા શાખા સહિત ગાંધીનગર કક્ષાએ અને મુંબઈ ખાતે નાનજી સુંદરજી સેજપાલ જે અનેક જગ્યાએ દાન આપેછે તેવા દાનવીરના નામેં પણ બોગસ બી.પી.એલ રાશન કાર્ડ બનાવી તે રાશન મેળવતા હોવાનો ખુલાસો કર્યો હતો તો વૈભવી બંગલા તેમજ કાર હોય તેવા નામાંકિત લોકોના નામે ગરીબ પરિવારોના હક્કનું અનાજ બારોબાર વેચીનાખી મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ પણ કરાઈ હતી આ બાબતે રાજ્ય પુરવઠા અધિકારી સંગીતા સિંગ તેમજ કચ્છ કલેકટરને પણ જાણ કરાઈ હતી તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આટલું મોટું કૌભાંડ આચરનારા વિરુદ્ધ કોઈજ પગલાં ભરવામાં આવ્યા ન હતા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાટે ૯,૯૧૯ જેટલા બોગસ બનાવાયેલા રાશન કાર્ડ રદ કરી દેવાયા પરંતુ આ રાશન કાર્ડ બનાવી આપનાર જવાબદાર અધિકારી અને દુકાન ધારકો સામે કોઈજ પગલાં શા માટે ભરવામાં ન આવ્યા…? તેવા સવાલો પણ આદમ ચાકી એ કર્યા હતા તેમના કહેવા અનુસાર આ મહા કૌભાંડ છેલ્લા બેદાયકાથી આચરાતું આવેછે અને છેલ્લા આઠ વર્ષથી આ કૌભાંડે ખુબજ હરણફાળ ભરી છે જે તેમને આંકડા કીય માહિતી આપતા કહ્યું છે કે એક રાશનકાર્ડ પર ગણતરી કરીએતો ૫૦૦ થી ૭૦૦ રૂપિયા નું અનાજ ઓળવી જવાતું હોયતો આ ભ્રષ્ટાચાર નો આંક ૫૦૦ કરોડ પર જઈને ઉભો રહેછે આટલા મસમોટા કૌભાંડિયાઓ ને માત્ર સજારૂપે બોગસ બનાવાયેલ બી.પી.એલ.કાર્ડ રદકરી પોતાની કામગીરી દેખાડી શુ બતાવવા માંગેછે તેવા પણ તીક્ષ્ણ સવાલો કરાયા છે ત્યારે આદમ ચાકી એ કહ્યું હતુંકે હવે છેલ્લી વખત રાજ્ય પુરવઠા સચિવ ને પત્ર લખીને જણાવ્યું છે કે આવા રાજકીય હોદ્દેદારો સામે જો દિવસ ૧૫ માં.કોઈજ કાર્યવાહી કરવામાં નહિ આવેતો આખરે નામદાર કોર્ટ સમક્ષ ધા નાખવાની જરૂર પડશે અને આટલા મોટા આચરાયેલા કૌભાંડમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ના કાયદા હેઠળ કાયદેશરની કાર્યવાહી કરવા સુધીની જોગવાઈઓ છે તેમ છતાં શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી..? ચાકી દ્વારા દેશનું અર્થતંત્ર ઉધઈ ની જેમ ખોખલું બનતું હોવાની પણ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતુંકે આ કૌભાંડને જાણે વહીવટી તંત્ર પરોક્ષરીતે સામેલ રહીને સમર્થન આપાઈ રહ્યું છે તેવા આકરા પ્રહારો કર્યા હતા

ત્યારે આ કૌભાંડમાં ભાજપ ના શહેર તાલુકા અને જીલ્લા કક્ષાના મોટામાથાઓ આ કૌભાંડ સાથે સંકળાયેલા પાસેથી ફંડ મેળવી જીલ્લા થી લઈ ગાંધીનગર કક્ષાએ બેઠેલા પુરવઠા અધિકારીઓની મિલીભગતના કારણે આ કૌભાંડને ખુલ્લું ન પાડવા માટેની કાર્યવાહી ને અટકાવી દેવાઈ હોય તેવું પણ અનેક લોકોમાં ચર્ચા થઇ રહી હોવાની પણ વાત કરી હતી જો ખરેખર આવાજ દ્રશ્યો ઉભા થતા રહેશે તો આ દેશમાં લોકશાહી જેવું કાઇજ રહેશે નહીં તો માત્ર નામની કામગીરી ન કરી આવા કૌભાંડીઓને ખુલ્લા પાડી તેમની સામે કાયદેશરની ફોજદારી ફરિયાદ કરવા સહિતની માંગ કરાઈ હતી

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY