અયોધ્યા,તા.૯
સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં મોટો ચુકાદો આપતા મધ્યસ્થતાના આદેશ આપ્યા છે. આ નિર્ણયમાં ચુકાદો આવ્યા બાદ અયોધ્યાના દિગંબર અખાડાના મહંત સુરેશ દાસે જણાવ્યું હતું કે કોઈ પણ કિંમતે અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ થવા નહીં દઈએ. સોનભદ્ર પહોંચેલા સુરેશ દાસે અયોધ્યા વિવાદમાં મધ્યસ્થતા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર જણાવ્યું હતું કે મધ્યસ્થતા તો પહેલાં પણ થઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ નીકળ્યું નહોતું એટલે હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવો જોઈએ. જો શ્રી શ્રી રવિશંકર કહે કે ત્યા મંદિર અને મસ્જિદ બંનેનું નિર્માણ થાય તો શું અમે સ્વીકારી લઈશું? અયોધ્યામાં ફક્ત રામ મંદિરનું જ નિર્માણ થશે.
મહંત સુરેશ દાસે કહ્યું, “અયોધ્યાના લોકો અને પક્ષકારોને મધ્યસ્થતામાં શામેલ કરવા જાઈએ. અમે સુપ્રિમ કોર્ટનો આદર કરીએ છીએ. મધ્યસ્થતાના બોર્ડમાં અમને પક્ષકાર તરીકે રાખવા જોઈએ. અયોધ્યામાં ફક્ત મંદિર જ બનશે. અમે કોઈ પણ ભોગે અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ થવા નહીં દઈએ.
જાકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે આ મધ્યસ્થતાની પ્રક્રિયાનું રિપોર્ટીંગ નહીં થઈ શકે. એટલે કે મધ્યસ્થતા સંપૂર્ણપણે ગોપનીય રહેશે. આગામી ચાર અઠવાડિયામાં મધ્યસ્થતાનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ કોર્ટનને સોંપવાનો રહેશે. ત્યારબાદ આઠ અઠવાડિયામાં શું બહાર આવે છે, તે રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સામે રાખવાનો રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



