મુંબઈ,તા.૧૬
શ્વેતા ત્રીપાઠીની હટ કે મુદ્દા પર ફિલ્મ ‘ગોન કેશ’ નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં એક ૧૬ વર્ષની યુવતી એલોપેકિઆ નામની બીમારીથી પિડાય છે જે ધીરે ધીરે તેનાં વાળ ગુમાવી દે છે. તે ૧૯ વર્ષની થાય છે ત્યાં સુધીમાં તેનાં બધા જ વાળ જતા રહે છે તે ટકલી થઇ જાય છે. આ ફિલ્મને ઘણાં જ ઇમોશનલ ટચ સાથે બનાવવામાં આવી છે. એલોપેકિયાનાં દર્દીની કહાની આ કારણે તેનાં માતા-પિતાની પરિસ્થિતિ કેવી થઇ જાય છે, શ્વેતાનાં સપનાં અને બાદમાં તે તેને કેવી રીતે પૂરા કરે છે તે દર્શાવવામાં આવ્યું છે.
ફિલ્મમાં શ્વેતા ત્રિપાઠી ઉપરાંત જીતુ,, વિપિન શર્મા, દીપિકા અમિન જેવા અવ્વલ દર્જાના સિતારા છે. આ ફિલ્મને કાસિમ ખેલોએ ડિરેક્ટ કરી છે. ૨૯ માર્ચનાં રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



