સુરત,તા.૩
વેસુ વીઆઇપી રોડ પર સી.બી.પટેલ હેલ્થ ક્લબ પાસે મજુરી કામ કરતા મનુભાઇ પારઘીના ૮ માસના માસુમ પુત્ર સોનુને સર્વિસ રોડ પર ગટરના ઢાંકણ પર સુવડાવેલો હતો. દરમિયાન પુરપાટ ઝડપે આવેલી લક્ઝુરિયસ કાર(જીજે-૫-આરડી-૩૦૧૧)ના ચાલકે માસૂમ સોનુને કચડી નાખતા મોત થયું હતું. ખટોદરા પોલીસે ભાગી ગયેલા કારના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે. જાકે, આખો મામલો રફેદફે કરવા માટે ખટોદરા પોલીસ અને ઉદ્યોગપતિ વચ્ચે પતાવટનો ખેલ પણ ખેલાયો હતો
મરનાર બાળકના પિતા જણાવ્યું હતું કે, હું સર્વિસ રોડ પર બ્લોક બેસાડવાનું કામ કરતો હતો અને મારો દિકરો ગટરના ઢાંકણા પર સુવડાવેલો હતો. વેસુ વીઆઈપી રોડ શ્યામ મંદિરથી તરફથી એક કાર સ્પીડમાં આવી અને મારા દિકરાને કચડીને ચાલી ગઈ, મારા દિકરાને હું અને મારી પત્ની રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા. કારમાં કોણ હતું તે મને ખબર નથી. જાકે, કારનો ચાલક એક્સિડન્ટ કરી ભાગી ગયો હતો. ઈ ડિવીઝનના એસીપી એન.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે, અમે કાર્યવાહી કરીશું, સીસીટીવી આધારે કારના ચાલક સંદીપ ગુપ્તાને લાવ્યા છે તેની ધરપકડની કાર્યવાહી કરાશે તેમજ કાર પણ કબ્જે કરી લીધી છે.
ઉઘોગપતિ પંકજ ગીજુ પટેલએ જણાવ્યું હતું કે, સંદીપ ગુપ્તા મારા પિતરાઇ પીનલનો ડ્રાઈવર છે. એક્સિડન્ટ ડ્રાઈવરે કર્યું હતું. ઓફિસના ફૂટેજ પોલીસને આપ્યા છે. અમારા પરિવારના કોઈએ એક્સિડન્ટ કર્યું નથી. બાળકને હોસ્પિટલ લઈ જનાર સુપરવાઈઝર આશીષ પટેલે જણાવ્યું હતું કે, હું કે.કે.બી કોન્ટ્રાકટમાં સુપરવાઈઝર છું, વેસુમાં એક કારના ચાલકે અમારા કોન્ટ્રાકટમાં કામ કરતા મજૂરના પુત્રને કચડી નાખ્યો હતો. રાજુ ગીજુના પરિવારજનો પણ હોસ્પિટલમાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




