ભુજની ખારી નદી માંથી અજાણ્યા યુવાનની તરતી લાશ મળી

0
128

ભુજ શહેરની ખારી નદી મા આજે બપોરના સમયે એક યુવાનની લાશ તરતી હોવાની  એ ડિવિઝન પોલીસને જાણ થતા  પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને યુવાનની લાશને બહાર કાઢી તેમને જી.કે.જનરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડી હોવાનું જાણવા મળેલ છે  આ ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ શહેર ખાતેના ખારી નદીમાં પાણીના ઊંડાણમાં કોઈ કારણોસર એક યુવાન આશરે ઉંમર વર્ષ ૪૦ ની લાશ તરતી હોવાની જાણ શહેર એ ડીવીઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો દોરડા અને સ્થાનિક લોકોની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી યુવાનની હજુ સુધી ઓળખ થઈ ન હોવાથી પોલીસે લાશને પી.એમ રૂમમાં ખસેડી હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવની જાણ થતાં જ પોલીસ મથકના પીઆઈ જલુ ની સૂચનાથી પોલીસ કર્મચારી જયેશભાઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો આ બનાવમાં પોલીસે લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

  1. રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092            ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY