અભિનેત્રી નૂસરત જહાં ટીએમસીની ટિકિટ પરથી બશીરહાટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે

0
8

કોલકાત્તા,તા.૧૪
પશ્ચિમ બંગાળમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં હાવી ના થાય તે માટે મમતા બેનરજી આકાશ પાતાળ એક કરી રહ્યા છે. જેના ભાગરુપે બાંગ્લાદેશની સીમાને અડીને આવેલી સંવેદનશીલ બશીરહાટ લોકસભા બેઠક પર તેમણે બાંગ્લા ફિલ્મોની ગ્લેમરસ અભિનેત્રી નુસરત જહાંને ટિકિટ આપી છે.
નૂસરત જહાંના સોશ્યલ મીડિયા પર લાખો ફેન છે.ગ્લેમરસ અવતારથી ચર્ચામાં રહેતી આ અભિનેત્રી જાકે કોલકાતાના પાર્ક સ્ટ્રીટ રેપ કાંડને લઈને સોશ્યલ મીડિયામાં ટ્રોલ પણ થઈ છે. ૨૦૧૨માં પાર્ક સ્ટ્રીટમાં ચાલુ કારમાં એંગ્લો ઈન્ડિયન મહિલા પર થયેલા રેપના મુખ્ય આરોપી કાદર ખાનની તે ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.જાકે આ રેપ કાંડની ચાર્જશીટમાં નુસરતનુ નામ નહોતુ.એવુ મનાય છે કે કાદરખાન સાથે તે લગ્ન પણ કરવાની હતી.પોલીસને નૂસરતે કÌš હતુ કે હું કાદરને મળી નથી પણ પછી બહાર આવ્યુ હતુ કે મુંબઈમાં બંનેએ એક હોટલમાં રુમ પણ બૂક કરાવ્યો હતો અને રેપ કાંડ બાદ કાદર માટે પટણાની ટિકિટ બૂક કરાવી હતી.
કોલકાતામાં રહેતી નુસરત જહાં ૨૦૧૧માં હિન્દી ફિલ્મ ડિટેકિટવ વ્યોમકેશ બક્ષી ફિલ્મમાં પણ દેખાઈ ચુકી છે.એક મોડેલ તરીકે તેણે પોતાની કેરિયર શરુ કરી હતી.
મમતા બેનરજીએ ટિકિટ આપ્યા બાદ નૂસરતે કહ્યું હતુ કે રાજકીય કેરિયરની શરુઆતના પગલે રોમાંચનો અનુભવ થઈ રહ્યો છે.મેં કિયારેય રાજકારણમાં આવવાનુ વિચાર્યુ નહોતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY