પશ્ચિમ બંગાળનું નામ હવે થશે ‘બાંગ્લા’, વિધાનસભામાં પ્રસ્તાવ પાસ

0
31

ન્યુ દિલ્હી,તા.૨૬
પશ્ચિમ બંગાળનું નામ બદલવાનું બિલ વિધાનસભામાં પાસ, જાણો નવું નામ શું હશે?
પશ્ચિમ બંગાળ વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને ‘બાંગ્લા’ કરવા માટે સર્વસંમતિથી સદનમાં એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જા કે, આ નામ ત્યારે બદલાશે જ્યારે આ પ્રસ્તાવ પર ગૃહ મંત્રાલય પોતાની સ્વીકૃતિ આપશે.
આ પ્રસ્તાવ પર કેન્દ્ર અને રાજ્યની વચ્ચે ‘હા’ અને ‘ના’ના ઘણા મહિનાઓ બાદ એક વાર ફરીથી આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. અગાઉ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના આ પ્રસ્તાવને નકારી દીધો હતો, જેમાં પશ્ચિમ બંગાળને ઈગ્લિશમાં ‘બંગાલ’ અને બંગાળીમાં ‘બંગ્લા’ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના શિક્ષા મંત્રી પાર્થ ચટર્જીએ કહ્યું કે,મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં રાજ્ય સરકારે તે સમયે એવો નિર્ણય લીધો હતો કે ત્રણેય ભાષા- બંગાળી, હિન્દી અને ઈગ્લિશમાં તેનું નામ બદલવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવશે.
તૃણમૂલ કોંગ્રેસ જ્યારે રાજ્યની સત્તામાં આવી હતી તે સમયે રાજ્યનું નામ બદલીને પશ્ચિમ બાંગો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરીથી તેને બંગાલ કરવાનો નિર્ણય કર્યો હતો. જા કે, કેન્દ્ર પાસેથી તેમને સંમતિ મળી શકી નહોતી. પશ્ચિમ બંગાળનું નામ બદલવાની શરૂઆતી કારણ એવું છે કે જ્યારે પણ તમામ રાજ્ય સરકારોની બેઠક થાય છે તો અલ્ફાબેટિકલ ઓર્ડરમાં પશ્ચિમ બંગાળનું નામ સૌથી છેલ્લે આવે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY