ભુજમાં ભાજપ કાર્યકરો સાથે હિન્દૂ મુસ્લિમ સંસ્થાના આગેવાનોએ વૃક્ષરોપણ કરી સફાઈ કાર્ય કરાયું

0
55

ભુજમાં ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે હિન્દુ-મુસ્લીમ સામાજીક તથા ધાર્મિક આગેવાનોની હાજરીમાં ૬૯ માં વન મહોત્સવની ઉજવણી અનુસંઘાને ભાજપ કાર્યકરો સાથે વિવિધ સંસ્થાઓના સેવાભાવી કાર્યકરોએ ભુજના પાટવાડી નાકે આવેલ ઐતિહાસીક અને પવિત્ર પીર શેખ લધાશા પીર મસ્જીદના ચોકમાં આવેલ જગ્યાએ વન મહોત્સવના અનુરૂપ વૃક્ષો વાવેતર કરી તે જગ્યાએ સફાઈ કાર્ય હાથધરાયુ હતું સાથે ગઢની પાછળની જગ્યાએ પીર શેખ લધાની દરગાહમાં પણ સફાઈ કરવામાં આવીહતી ઉપરોક્ત વૃક્ષારોપણ તથા સફાઈ ના કાર્યને તે જગ્યાના મુતવલી-મુંજાવર
અનવરખાન શેખ તથા મૌલાના અલીમામદ સરાહના કરી હતી સાથે સૌ સેવાભાવી-ભેખધારીઓને પીર ની દરગાહની સલામ દરમ્યાન અભિનંદન સાથે દુવા કરેલ કે, ભાજપના આગેવાનો સાથે હાજર રહેલ અન્ય સંસ્થાઓના સેવાભાવી ઓને માલિક આવાજ પ્રજાલક્ષી સેવા કાર્યો કરવાની શક્તિ આપે અને તેને સફળતા આપે તેમજ વધુ સેવાકીય કાર્યકરવા માટે દુવા કરાઈ હતી સાથે કરછ પર કુદરતની મહેર સાથે શાંતિ વાળો વરસાદ વર્ષે તેવી દુવાઓ કરાઈ હતી ઉપરોક્ત પ્રસંગોએ હાજર રહેલ કચ્છ જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ આમદભાઈ જત તથા ભુજ શહેર મહામંત્રી કાસમ નુરમામદ ચાકી, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અબ્દુલભાઈ આગરીપા, અકબરભાઈ આગરીયા, મનોજ ગોસ્વામી ઉમેશ આચાર્ય,અબ્દુલ કેવર જાનું કેવર વિગેરે હાજર રહેલહતા તો પવિત્ર દિવસે સેવાકીય કાર્ય કરતા માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરનું ભાજપ જિલ્લા મહામંત્રી નૂરમામદ ચાકી દ્વારા ખાસ સન્માન કરાયું હતું આ કાર્યક્રમનું આયોજન કે.એન.ચાકીએ કર્યું હતુ અને વ્યવસ્થા ઝહીર સમેજા,અર્જુન મહેશ્વરી અને પ્રતાપભાઈ ઠક્કર એ સંભાળેલ હતો.

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY