નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા વિસ્તારમાં HVN કંપનીએ પાંચ વર્ષ માં ડબલ કરવાનું કહી 18 લાખનું ફુલેકુ ફેરવ્યું

0
50

ડેડીયાપાડા ના ફુલસાર ગામના આદિવાસી ખેડૂતોએ બચત કરી કંપનીમાં નાણાં રોક્યા પણ કંપની જ ડૂલ થઇ ગઈ

49 આદિવાસીઓએ 11 સામે છેતરપિંડી ની ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા ને કાનૂની સહાય મારફત રજૂઆત કરી

રાજપીપળા: ગુજરાત રાજ્યનો બોર્ડ ગણાતો જિલ્લો નર્મદા એ 100 ટકા આદિવાસી જિલ્લો ગણવામાં આવે છે એટલે આ ભોળા અને આદિવાસીઓ ને લોભામણી લાલચ આપી વિવિધ ભેજાબાજો બોગસ કંપનીઓ ખોલી છેતરપીંડી કરે છે પણ આદિવાસીઓ જાગે એ પહેલા આ ભેજાબાજો ભૂગર્ભ માં ઉતરી જાય છે. આવોજ એક વધુ કિસ્સો નર્મદા જિલ્લામાં ફરી બન્યો છે. અને જેમાં ડેડીયાપાડા ના ફુલસાર ગામના 49 લોકો એક ખાનગી બોગસ કંપની નો શિકાર બન્યા અને 5 વર્ષ માં ડબલ કરવા કોઈએ 2 હજાર, 3 હજાર 4 હજાર રૂપિયા મુક્યા પણ પાંચ વર્ષ પુરા થતા મુદત પાકી ત્યારે ખબર પડી કે કંપની ઉઠી ગઈ છે. ત્યારે રાજપીપલા ની કાનૂની સહાય અને સામાજિક વિકાસ કેન્દ્ર ની મદદ થકીી આ તમામ લોકોએ જિલ્લા પોલીસ વડા ને લેખિત રજૂઆત કરી કુલ 11 સામે છેતરપિંડી નો કેશ નોંધી તમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા રજૂઆત કરી.

નર્મદા જિલ્લામાં દાહોદ ના એક દંપતી દક્ષા ફાડેડીયા ચેરેમેન, અને અજીતસિંહ ફાડેડીયા વાઇસ ચેરમેન એ HVN કંપની ફાઇનાન્સ કરે છે અને પાંચ વર્ષ માં ડબલ કરીઆપે છે એમ કહી જિલ્લામાં પોતાના 10 જેટલા એજન્ટો ઉભા કરી જેમની પાસે કલેકશન કરાવવા માં આવતું જેમાં ફુલસાર ના ઉકડ વેસ્તા વસાવા, ભરત ધીરા વસાવા, હસમુખ ગિમીયા વસાવા આ ત્રણ પાસે ડેડીયાપાડા માં શરૂઆત કરાવી, આ સાથે ગરુડેશ્વર ના ઇન્દ્રવર્ણા નો તડવી રવિન્દ્ર ગુરજી, સોઢાલીયાના જયંતિ બારીયા, જેસલપોર ના કાંતિ બારીયા, દાહોદના રમેશ બારીઆ,વડોદરા ના ગણેશ બારિયા, આ તમામ ને પગાર પર રાખી આદિવાસી વિસ્તારમાં ફિકસો કરાવી હાલ ડેડીયાપાડા ના ફુલસાર ગામના 49 લોકો એ પોતાની સાથે થયેલ છેતરપિંડી ને લઈને ફરિયાદ કરી ત્યારે ખબર પડી એ આ લોકોના જ 18 લાખ છે આ એજન્ટો ની નિમણૂંકો પરથી આ ફાડેડીયા દંપતી કરોડોનું ફુલેકુ ફેરવી દીધું હશે પણ હાલ આ દંપતી સાથે તમામ એજન્ટો નો પણ સંપર્ક આ લોકો કરી રહ્યા છે પણ કોઈનો થતો નથી. જેથી પોલીસ તપાસ માં સમગ્ર પ્રકરણ બહાર આવશે।

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY