શ્રી એમ.એસ.ભરાડા, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.આલ. નાઓની સુચના મુજબ પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.બી.ઓૈસુરાનાઓ સાથે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સ્ટાફના માણસો ભુજ શહેર ˝બી˝ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.
પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, હોપીટલ રોડ પર અશ્વિનભાઈ તારાચંદ મહેતા, રહે.તીરૂપતી એપાર્ટમેન્ટ,ફલેટ નં.ઇ-પ હોસ્પીટલ રોડ, ભુજ વાળો પોતાના રહેણાક મકાનમાં બહાર થી જુગાર રમવા માટે ખેલીઓ બોલાવી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે રેડ કરતા (૧) અશ્વિનભાઈ તારાચંદ મહેતા, ઉ.વ.૪૦, રહે.તીરૂપતી એપાર્ટમેન્ટ, ફલેટ નં.ઈ-પ, હોસ્પીટલ રોડ, ભુજ, મુળ રહે.વિવેકાનો સોસાયટી, મકાન નં.૧૮, કલોક હાઈવે, અમદાવાદ (ર) રૂષભા અમૃતલાલ શેઠ, ઉ.વ.ર૭, રહે.એબીસી-૩, વર્ધમાનનગર, નવાવાસ, માધાપર, તા.ભુજ, મુળ રહે.લલીયાણા, તા.ભચાઉ (૩) મુકેશ ધનજીભાઈ મહેતા, ઉ.વ.૪પ,રહે.ભીડ ફળીયા, નવરાત્રી ચોક, મકાન નં.ર૦૧, અનમ રીંગ રોડ, ભુજ (૪) વર્ધમાન ભુરાલાલ મહેતા, ઉ.વ.૪ર, રહે.જયસોમનાથ એપાર્ટમેન્ટ, ૧૦૪ ૧લો માળ, ભુજ. (પ) મીતેસ કિર્તીકુમાર લોદરીયા, ઉ.વ.૩૦, રહે.કાયસ શેરી, પીપળાની બાજુમાં, નાગર ચકલા, ભુજ.(૬) ઈન્દ્રવદન ઉર્ફે અનીલ બાબુલાલ મહેતા, ઉ.વ.પ૧, રહે.જુના કચ્છમિત્ર સામે, મહાવિર નગર, ભુજ.(૭) કિર્તીકુમાર રતીલાલ શાહ, ઉ.વ.પ૮, રહે.જાદવજી નગર, મકાન નં.પ૩, ભુજ. (૮) જસવંત મનસુખલાલ ત્રીવેદી, ઉ.વ.પ૮, રહે.સંસ્કાર નગર, મ.ન.૧પ૯, ભુજ વાળાઓને રોકડા રૂા.૫૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૭, કિં.રૂા. ૩ર,૦૦૦/- ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા. ૦૦/- એમ કુલ્લે રૂપિયા ૮૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય તમામ વિરૂધ્ધ ભુજ શહેર ˝બી˝ ડીવીઝન પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા 9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




